Shree Ghanshyam Maharaj Rajat Pratishtha Mahotsav:સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકાકસ, ન્યૂજર્સી, અમેરિકા ખાતે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલ ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ"માં ગુરુપૂર્ણિમાના અણમોલ અવસરે ખાસ મહાનુભાવો પધાર્યા હતા.
પધારેલા મહાનુભાવોમાં યુનાઈટેડ સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટીટીવ, માનનીય ક્રોંગ્રેસ વુમન નેલી પાંઉ, લેફ. ગવર્નર, ન્યૂજર્સી, ડો. ડાલે કાલ્ડવેલ, સિકાકસના મેયર મિ. માઈકલ ગનેલી, ન્યૂજર્સી એસેમ્બ્લીમેન મિ. લેરી વેઈન સ્ટેઈન, રિપ્રેન્ઝેન્ટીટીવ રીપબ્લીક ઓફ ઈન્ડિયા, એમબ્સી ઓફ ઈન્ડિયા, વોશીંગ્ટન ડી. સી, કાઉન્સિલ ફોર કોમ્યુનિટી અફેર્સ મિ. ટીસેવન્ગ ગ્યાલટસન, સિકાકસ કાઉન્સિલ મેન, સિકાકસ પોલીસ ડીપાર્ટમેન્ટ ચીફ મિ. ડેનીસ મિલર વિગેરે મહાનુભાવો ગુરુપૂર્ણિમા પ્રસંગે ખાસ પધાર્યા હતા.

આ મહોત્સવમાં ઓપનિંગ સેરેમની, ભકિત સંગીત, સમૂહ રાસ, શાકોત્સવ, વિવિધ આઘ્યાત્મિકસભર ધાર્મિક ગ્રંથોના પારાયણ પણ યોજાઈ હતી. મહોત્સવમાં પધારેલા ગવર્નર માઈક શેરીલે રજત મહોત્સવની ઉજવણી માટે સન્માન પત્ર, યુનાઈટેડ સ્ટેટ સેન્ટ વોંશીગટન ડી સી થી પણ સન્માન પત્ર તેમજ મેયરશ્રી દ્વારા સિકાકસ સીટીની "કી" પણ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજને અર્પણ કરી બિરદાવ્યા હતા.
અમેરિકાની સ્વતંત્રતાના 250 વર્ષ થતાં તેની ઉજવણી પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, જેમાં રજત પ્રતિષ્ઠા મહોત્સવમાં દિલ્હીથી આવેલ ફ્લેગ પણ લહેરાવ્યો હતો.
જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજ સંતવૃંદ સાથે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર અર્થે યુકે થી અમેરિકા પધાર્યા હતા. અમેરિકાના વિવિધ સ્થળો જેવા કે પેન્સિલવેનિયા,ડેલાવર, વર્જિનીયા, ન્યૂયોર્ક, ટેનેસી, લ્યુઈસવીલે મંદિરનો પાટોત્સવ,લોસ એન્જેલસ મંદિરનો પાટોત્સવ, શિકાગો મંદિરનો પાટોત્સવ તથા ટોરોન્ટો કેનેડા મંદિરનો પાટોત્સવ તથા સત્સંગ પ્રચાર અર્થે ગૃહ મંદિરે પણ પધાર્યા હતા.
સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ,ન્યૂજર્સી મંડળના બધા જ સભ્યો "ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ"માં ભકિતભાવપૂર્વક સેવા બજાવી રહ્યા છે.
