Mahalaxmi Rajyog 2026: 11 જૂનથી સિંહ સહિત 4 રાશિઓ પર લક્ષ્મીજી થશે મહેરબાન, 3 દિવસ ચોતરફથી અઢળક પૈસા વરસશે

મન અને ધનના કારક ચંદ્ર અને ઉર્જા અને સાહસના પ્રતિક મંગળના મિલનથી 4 રાશિના જાતકોના જીવનમાં ધન પ્રાપ્તિના નવા દ્રાર ખુલતા જણાય.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 03 Jun 2026 06:45 PM (IST)Updated: Wed, 03 Jun 2026 06:45 PM (IST)
mars-moon-conjunction-create-mahalaxmi-rajyog-2026-these-4-lucky-zodiac-signs-from-11th-june
HIGHLIGHTS
  • 11 થી 13 જૂન 3 દિવસ મંગળ-ચંદ્રની યુતિથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ

Mahalaxmi Rajyog 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને તેનાથી બનતી યુતિનું આગવું મહત્ત્વ માનવામાં આવ્યું છે. જ્યારે કોઈ બે કે તેથી વધુ ગ્રહો કોઈ એક જ રાશિ કે ભાવમાં એકઠા થાય, ત્યારે યુતિ સર્જાતી હોય છે. ખાસ કરીને મંગળ અને ચંદ્રના એકસાથે આવવું અત્યંત શુભ માનવામાં આવે છે.

એવામાં આગામી 11 થી 13 જૂન સુધી મંગળ અને ચંદ્રની યુતિથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે.એક તરફ જ્યાં ચંદ્રને મન અને ધનના કારક માનવામાં આવે છે, તો મંગળ ઉર્જા અને સાહસનું પ્રતિક છે. જ્યારે આ બન્ને ગ્રહોનું મિલન થાય છે, ત્યારે ધન પ્રાપ્તિના નવા દ્વાર ખુલતા જણાય છે. આ શુભ રાજયોગથી આવનારા સમયમાં કેટલીક રાશિઓની કિસ્મત ચમકવા જઈ રહી છે.

મેષ (Aries Rashifal)

મેષ રાશિનો સ્વામી મંગળ હોવાથી મહાલક્ષ્મી રાજયોગ જાતકો માટે અત્યંત ફળદાયી નીવડવાનો છે. આ 3 દિવસ દરમિયાન તમારો આત્મવિશ્વાસ બુલંદ બનશે. વર્ષોથી અટકેલા નાણાં પરત મળી શકે છે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે નવી જવાબદારી કે પ્રમોશન મળી શકે છે. વેપારી વર્ગને કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. વાહન-મકાન ખરીદીના યોગ બની રહ્યા છે.

કર્ક (Cancer Rashifal)

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી, મંગળ સાથે તેની યુતિ જાતકોને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ ફળદાયી નીવડવાની છે. આ 3 દિવસ દરમિયાન તમારી આવકનો નવો માર્ગ સુઝશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. સંપત્તિની લે-વેચથી ફાયદો થાય. આ ગાળમાં કરેલું રોકાણ ભવિષ્યમાં તગડો નફો રળી આપશે.

સિંહ (Leo Rashifal)

મહાલક્ષ્મી રાજયોગ આ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થવાનો છે. આ 3 દિવસ દરમિયાન તમારા વર્ષોથી અટકેલા કામો એક પછી એક ગતિ પકડશે અને પુરા થતા જોઈ શકશો. સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. નવી નોકરીની રાહ જોનારાને આશાનું કિરણ ઉગશે. વેપાર-ધંધામાં સારો એવો નફો રળી શકશો. મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થઈ શકે છે.

વૃશ્વિક (Scorpio Rashifal)

વૃશ્વિક રાશિનો સ્વામી મંગળ હોવાથી, આ રાશિના જાતકો પર માઁ લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે. મહાલક્ષ્મી રાજયોગના 3 દિવસ દરમિયાન જાતકો રાજા જેવી સુખ સાહ્યબી ભોગવશે. તમારી આર્થિક અનુકુળતામાં વધારો થશે. દેવામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ મળી રહેશે. મૂડી રોકાણ બાબતે ઉચિત નિર્ણય લઈ શકશો. વિદ્યાર્થી વર્ગને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો ખુશખબર મળી શકે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.