UpdatedIST

Navpancham Rajyog 2026: 23મીથી ગુરુ-શુક્રની કૃપા વરસતા 4 રાશિને ખુશીઓનો ખજાનો હાથ લાગશે, જાતકોને શત્રુઓનો સહયોગ મળશે

વર્તમાનમાં શુક્ર કુંભ રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં બિરાજમાન છે. 23મી ફેબ્રુઆરીએ બન્ને ગ્રહોની યુતિથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 21 Feb 2026 07:19 PM (IST)Updated: Sat 21 Feb 2026 07:19 PM (IST)
navpancham-rajyog-2026-jupiter-venus-alignment-to-bless-4-zodiac-signs-696289
HIGHLIGHTS
  • આગામી સોમવારે 1:29 કલાકે ગુરુ-શુક્ર એકબીજાથી 120 ડિગ્રી પર રહેશે

Navpancham Rajyog 2026: હવે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે, એક સપ્તાહ બાદ માર્ચ મહિનો શરૂ થઈ જશે. એવામાં આ મહિનાના આખરી દિવસો ગ્રહોની ચાલ અને જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાના છે.

હકીકતમાં જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા વિશેષ યોગ છે, જે કોઈ જાતકના જીવનમાં આમૂલ પરિવર્તન લાવે છે. ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં આવો જ એક યોગ બનવા જઈ રહ્યો છે. જેને નવપંચમ રાજયોગ કહેવામાં આવે છે.

વૈદિક જ્યોતિષમાં ગુરુની ગણતરી સૌથી શુભ ગ્રહોમાં થાય છે. મોટાભાગે ગુરુ એક વર્ષે પોતાની રાશિ બદલે છે, પરંતુ ગત વર્ષે એટલે કે 2025માં મિથુન રાશિમાં પ્રવેશ કર્યાં બાદ ગુરુની ગતિમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે. આજ કારણોસર ગુરુ આ વર્ષે એકથી વધુ વખત રાશિ પરિવર્તન કરશે.

દ્વિક પંચાગ પ્રમાણે, આગામી સોમવારે એટલે કે 23 ફેબ્રુઆરીએ સવારે 1:29 કલાકે ગુરુ અને શુક્ર એકબીજાથી 120 ડિગ્રી પર હશે. અત્યારે શુક્ર કુંભ રાશિમાં અને ગુરુ ગ્રહ મિથુન રાશિમાં બિરાજમાન છે. સોમવારે બન્ને ગ્રહોની યુતિથી નવપંચમ રાજયોગ બનશે. આ યોગ 4 રાશિના જાતકોને સૌથી વધુ લાભકારી સિદ્ધ થઈ શકે છે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…

મિથુન (Gemini Rashifal)

આ રાશિના જાતકો માટે નવપંચમ યોગ અત્યંત શુભ સાબિત થવાનો છે, કારણ કે બુધ તમારી રાશિનો સ્વામી હોવાથી જાતકોનો આત્મવિશ્વાસ વધશે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે તમારી કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બનશે. વર્ષોથી અટકેલા કામો આગળ વધવા લાગશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. સમાજમાં માત-પ્રતિષ્ઠા વધશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે.

કર્ક (Cancer Rashifal)

ગુરુ-શુક્રથી બનતો નવપંચમ રાજયોગ આ રાશિના જાતકો માટે પણ ફળદાયી રહેશે. જાતકોને લાંબાગાળાના રોકાણો પર સારું વળતર મળશે.કાનૂની ગૂંચમાં ઉકેલ મળશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. આવક વૃદ્ધિનો માર્ગ દેખાય. અંતરાયોને પાર કરીને સફળતાની સીડી ચઢી શકશો. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થાય.

કન્યા (Virgo Rashifal)

નવપંચમ યોગ આ રાશિ માટે કરિયર અને ધનને લઈને અનુકુળ સાબિત થઈ શકે છે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થશે. દામ્પત્યજીવનમાં સુખના પ્રસંગો આવશે. નોકરિયાતોને ઉપરી વર્ગથી મનમેળ સારો રહેશે. પ્રમોશન કે કોઈ નવી મોટી જવાબદારી મળી શકે છે. રોકાણમાં લાભ થવાના યોગ બની રહ્યા છે.
ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. વૈવાહિક સંબંધો સુમેળભર્યા રહેશે.

ધન (Sagittarius Rashifal)

આ રાશિનો સ્વામી ગુરુ હોવાથી, જાતકો માટે નવપંચમ યોગ વિશેષ ફળદાયી નીવડશે. જાતકોને ભાગ્યનો સાથ મળતા ધાર્યું પરિણામ મેળવી શકશે. વેપાર વિસ્તારના પ્રયત્નો સફળ થતાં જણાય. આગોતરું આયોજન આપને ધન પ્રાપ્તિ કરાવશે. પરદેશના કામમાં પ્રગતિ જણાશે. વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહેશે. કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ. આવક પ્રાપ્તિના પ્રયત્નો સફળ થતા જણાય.