Shani Nakshatra Pad Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં શનિને એક ક્રૂર ગ્રહ ગણવામાં આવે છે, જે જાતકોને તેમના કર્મના પ્રમાણે ફળ આપે છે. આજ કારણોસર શનિને કર્મફળના દાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. અત્યારે જૂન મહિનાની વિદાય અને જુલાઈના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આગામી મહિનાની શરૂઆતમાં શનિના ગોચરની અત્યારથી ચર્ચા થઈ રહી છે.
હકીકતમાં આવનારી 2 જુલાઈ, 2026ના ગુરુવારના રોજ સવારે 8:22 કલાકે શન ગ્રહ નક્ષત્ર પદ ગોચર કરવા જઈ રહ્યા છે. જેમાં શનિદેવ રેવતી નક્ષત્રના બીજા સ્થાનમાં પ્રવેશ કરવાના છે, જેની અસરથી ચાર રાશિઓના જાતકો માટે આવનારો સમય ખૂબ જ પડકારજનક રહેવાનો છે. તો ચાલો જાણીએ તેમાં તમારી રાશિ તો નથીને...?
- મેષ (Aries Rashifal): આ રાશિના જાતકો માટે શનિનું પદ ગોચર તકલીફદાયક રહેવાનું છે. આ સમય દરમિયાન જાતકોને આકસ્મિક ખર્ચા આવી પડવાથી તેમનું બજેટ ખોરવાઈ શકે છે. માનસિક તણાવ અને બેચેની પણ વધશે. આ સમયમાં કોઈ જગ્યાએ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી જોઈએ, કારણ કે આર્થિક નુકસાનના યોગ બની રહ્યા છે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે.
- સિંહ (Leo Rashifal): શનિનું ગોચર તમારી નિર્ણય લેવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે, જેના પરિણામે તમે કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો. પરિવારના સભ્યો સાથે મતભેદ વધી શકે છે. જીવનસાથી સાથે મનદુઃખના થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી ધીરજની કસોટી થતી જણાય. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે સમજદારીથી કામ કરવું હિતાવહ રહે.
- વૃશ્વિક (Scorpion Rashifal): આ રાશિના જાતકોએ વાણીમાં સંયમ અને ક્રોધ પર કાબુ રાખવો હિતાવહ રહશે, નહીંતર સ્વજનો સાથે સબંધો બગડી શકે છે. આર્થિક નિર્ણયો સમજી-વિચારીને લેવા પડશે. તમારી સાથે કોઈ છેતરપિંડી થવાના યોગ બની રહ્યા હોવાથી સાવધ રહેવું પડશે. નોકરિયાતોને વધારાની જવાબદારીના કારણે પરેશાની વધશે.
- કુંભ (Aquarius Rashifal): શનિનો રેવતી નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ સાથે રાશિના જાતકોએ આકસ્મિક ખર્ચા માટે તૈયારી રાખવી પડશે. ધંધામાં ભાગીદાર સાથે મતભેદ વધી શકે છે, જેની નકારાત્મક અસર ધંધા પર પડે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારે લક્ષ્ય પ્રાપ્તિ માટે વધારે મહેનત કરવી પડશે. ધાર્યા કરતાં ખર્ચ વધશે. ખોટા વ્યક્તિની સોબતથી સાચવવું હિતાવહ રહે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
