Surya Rashi Parivartan: કર્ક રાશિમાં આવશે 'ગ્રહોના રાજા', 16 જુલાઈથી ચાર રાશિઓના જાતકો થશે માલામાલ

સૂર્ય 16 જુલાઈએ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. આ ગોચર મેષ, સિંહ, કન્યા અને ધન રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 27 Jun 2026 04:25 PM (IST)Updated: Sat, 27 Jun 2026 04:25 PM (IST)
surya-rashi-parivartan-sun-transit-in-cancer-on-july-16-these-4-zodiac-signs-benefit
HIGHLIGHTS

Surya Rashi Parivartan, Surya Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્યના ગોચરનું આગવું મહત્ત્વ માનવામાં આવે છે. સૂર્યના ગોચરની દરેક રાશિના જાતકોના જીવન પર વત્તા-ઓછા અંશે શુભ-અશુભ અસર ચોક્કસ થાય છે. એવામાં આગામી 16 જુલાઈના રોજ સૂર્યનું મોટું ગોચર થવા જઈ રહ્યું છે.

હકીકતમાં અત્યારે બુધની શાસક રાશિ મિથુનમાં બિરાજમાન સૂર્ય 16 જુલાઈએ ચંદ્રની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર કરિયર, નોકરી અને વેપાર-ધંધાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું રહેવાનું છે. એવામાં સૂર્યનું આ ગોચર 4 રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારું સાબિત થશે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ... 


મેષ (Aries Rashifal): સૂર્યનું ગોચર આ રાશિના જાતકો માટે વરદાનરૂપ સાબિત થવાનું છે. વેપારમાં અણધાર્યો લાભ મળી શકે છે. લાંબા સમયથી નોકરીની તલાશમાં રહેલા લોકોને સફળતા મળશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનવાની છે. રોકાયેલા મહત્ત્વના કામોનો ઉકેલ આવશે. દાંમ્પત્ય જીવનમાં ડગ માંડી શકશો.આરોગ્યની દ્રષ્ટિએ સારો સમય છે.


સિંહ (Leo Rashifal): સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ સિંહ રાશિના જાતકો માટે પણ લાભકારી સિદ્ધ થવાનો છે. સૂર્યનું ગોચર તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો ખોલવા જઈ રહ્યું છે. નોકરિયાત વર્કને પ્રમોશનના યોગ બની રહ્યા છે. આ સમયગાળામાં દરેક ક્ષેત્રમાં શાનદાર સફળતા પ્રાપ્ત થશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ફસાયેલા પૈસા પરત મળવાના યોગ છે

કન્યા (Virgo Rashifal): આ રાશિના જાતકો માટે પણ સૂર્યનું ગોચર ચમત્કારથી કમ નહીં રહે. આ સમયગાળામાં લાંબાગાળાથી એક જ જગ્યાએ રહેલાઓ માટે પ્રમોશનની તક મળશે. નવા મકાન, વાહન કે મિલકત ખરીદવાની ઈચ્છા ફળીભૂત થાય. ચિંતાઓના ભારણથી મુક્ત થઈ હળવાશ અનુભવાશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા અને લાભકારક સમય રહેશે.

ધન (Sagittarius Rashifal): સૂર્યનું ગોચર આ રાશિના જાતકો માટે પણ લાભદાયી સિદ્ધ થવાનું છે. આ સમયમાં જાતકો વિચારશે, તે કામ પૂરા થવા માંડશે. અઘરા કામો સરળ બનશે. મૂડી રોકાણ માટે ઉચિત નિર્ણય લઈ શકશો. વિદેશ જવા ઇચ્છુક જાતકોનાં વિઘ્નો દૂર થશે.જૂની સમસ્યામાંથી માર્ગ મળશે. નોકરીમાં તાલમેલ સાથે કામ કરવાથી સારું પરિણામ મળશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.