Vastu Tips: પિતૃઓની તસવીર ઘરમાં રાખતા હોય તો વાસ્તુના આ નિયમો ના ભૂલાય, નહીંતર બરબાદ થતાં વાર નહીં લાગે

પૂર્વજોની તસ્વીરોને ક્યારેય મંદિરમાં ના રાખવી જોઈએ. આ સાથે જ સ્વર્ગસ્થ પિતૃઓની જોડે કોઈ જીવિત વ્યક્તિની પણ તસવીર ના રાખશો, નહીંતર તેમનું આયુષ્ય ઘટવાનો ખતરો રહે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 29 Mar 2026 09:30 PM (IST)Updated: Sun 29 Mar 2026 09:30 PM (IST)
vastu-tips-for-pitra-dosh-remedies-where-to-keep-ancestors-photo-717887
HIGHLIGHTS
  • યોગ્ય દિશા અને સ્થળે પિતૃઓની તસવીર લગાવવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે

Vastu Tips: હિન્દુ ધર્મમાં પિતૃઓ અર્થાત પૂર્વજનું આગવું મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ, જે ઘરમાં પિતૃઓનો આશીર્વાદ રહે છે, ત્યાં હંમેશા સુખ-શાંતિ રહે છે. જેનાથી વિપરિત પિતૃ દોષ આવે અને પૂર્વજો નારાજ થઈ જાય તો વ્યક્તિનું ધનોતપનોત થતા વાર નથી લાગતી.

આજ કારણોસર ઘરમાં પિતૃઓની તસવીર લગાવતી વખતે કે તેમની પૂજા કરતી વખતે કેટલાક વાસ્તુઓના નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીંતર વાસ્તુ દોષનો ખતરો રહે છે. તો ચાલો જાણીએ પિતૃઓની તસવીર લગાવવા અને તેમની પૂજા કરવાના નિયમો અને પિતૃ દોષથી મુક્તિ મેળવવાના ઉપાયો…

પિતૃઓની તસવીરને દિવાલ પર લટકાવવી ના જોઈએ
પિતૃઓની તસવીરને દીવાલ પર ખિલ્લી સાથે લટકાવવાની જગ્યાએ સ્ટેન્ડ પર રાખવી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે ઉત્તર દિશા વાસ્તુ મુજબ અનુકુળ માનવામાં આવે છે. ઉત્તર દિશામાં તસવીર લગાવવાથી પિતૃઓનું મુખ દક્ષિણ દિશામાં રહે છે, જે પિતૃઓની માનવામાં આવે છે.

પિતૃઓના ફોટાની પૂજા
ઘણા લોકો એવા હોય છે, જે પોતાના પૂર્વજો અર્થાત પિતૃઓની ફોટા ઘરે રાખે છે અથવા મંદિરમાં રાખે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે પૂર્વજોના ફોટાની પૂજા કરવી જોઈએ કે નહીં?

પૂર્વજો દેવતા સમાન
ચાલો તમને જણાવી દઈએ કે ઘરના પૂર્વજોને દેવતાઓ સમાન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમની પૂજા કરવાથી અથવા તેમના ફોટા ઘરના મંદિરમાં રાખવાથી દેવતાઓ નારાજ થઈ શકે છે.

નેગેટિવ એનર્જીનો સંચાર
તમને જણાવી દઈએ કે, એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં પૂર્વજોના ફોટા રાખીને તેમની પૂજા કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જીનો સંચાર થાય છે.

દક્ષિણ-પશ્ચિમ દિશા
જો તમે તમારા ઘરમાં તમારા પૂર્વજોની તસવીરો લગાવી રહ્યા છો, તો તેને હંમેશા દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી યોગ્ય માનવામાં આવે છે.

એક કરતાં વધુ પૂર્વજોના ફોટા
એવું માનવામાં આવે છે કે, આપણે ક્યારેય ઘરમાં એક કરતાં વધુ પૂર્વજોના ફોટા ના રાખવા જોઈએ. આનાથી જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવે છે.

જીવંત વ્યક્તિનો ફોટોગ્રાફ
વાસ્તુ શાસ્ત્ર કહે છે કે,પણે ક્યારેય પણ જીવંત વ્યક્તિના ફોટોગ્રાફ સાથે આપણા પૂર્વજોની તસવીર ના મૂકવી જોઈએ.

ઘરના મંદિરમાં ના રાખો
એવું માનવામાં આવે છે કે, આપણે ક્યારેય આપણા પૂર્વજોની તસવીર ઘરના મંદિરમાં ના રાખવી જોઈએ. આ સ્થળ દેવી-દેવતાઓને સમર્પિત માનવામાં આવે છે.

પૂર્વજોના ફોટાની પૂજા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, એવું કહેવામાં આવે છે કે, પૂર્વજોના ફોટાની પૂજા કરવા માટે આપણે ફક્ત માળા જ અર્પણ કરવી જોઈએ. ઘર કે મંદિરમાં તેમની ક્યારેય પૂજા ના કરવી જોઈએ.