Premanand Ji Maharaj: સંસારનું સૌથી મોટું સત્ય અને અસત્ય શું છે? પ્રેમાનંદજી મહારાજ સમજાવ્યું

મૃત્યુ વખતે, ન તો મિત્ર, ન ધન, ન મકાન, ન ગાડી, ન ઘોડો, ન પૈસો કે ન શરીર કંઈ પણ સાથે જતું નથી.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Sun 30 Nov 2025 06:10 PM (IST)Updated: Sun 30 Nov 2025 06:10 PM (IST)
what-is-the-biggest-truth-and-lie-in-the-world-premanandji-maharaj-explained-647308

Premanand Ji Maharaj:આદ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજના દરબારમાં લોકો પોતના પ્રશ્નો લઈને આવે છે. પ્રેમાનંદજી મહારાજ સરળ શબ્દોમાં તેનું સમાધાન પણ આવે છે. એક ભક્તએ પુછ્યું કે મોટું સત્ય અને અસત્ય શું છે? જે અંગે પ્રેમાનંદજી મહારાજે ઉદાહરણ આપીને સમજાવ્યું હતું.

પ્રેમાનંદજી મહારાજે કહ્યું હતું કે સંસારનું સૌથી મોટું સત્ય ભગવાનનું ભજન છે અને સૌથી મોટું અસત્ય આ સંસાર છે. ભગવાન શંકરે માતા ઉમાને પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે: "સત હરિ ભજન જગત સબ સપના" (સત્ય હરિનું ભજન છે અને જગત બધું સ્વપ્ન છે).

સંસાર અસત્ય શા માટે છે?

સંસારને જૂઠું કે સ્વપ્ન સમાન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જેમ સ્વપ્નમાં વ્યક્તિ રાજા બની જાય, સુખ અને વૈભવ ભોગવે, પરંતુ જાગ્યા પછી પોતે તૂટેલી ચારપાઈમાં પડ્યો હોય છે. તેવી જ રીતે, આખું જીવન કમાવતા, પુત્ર, પરિવાર, મિત્રતા અને વ્યવહાર નિભાવતા પસાર થઈ જાય છે, પરંતુ જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેની સાથે કંઈ જ જતું નથી.

મૃત્યુ વખતે, ન તો મિત્ર, ન ધન, ન મકાન, ન ગાડી, ન ઘોડો, ન પૈસો કે ન શરીર કંઈ પણ સાથે જતું નથી. આ દર્શાવે છે કે સંસાર જૂઠો છે, કારણ કે કંઈ પણ હાથમાં આવતું નથી. વ્યક્તિ ૬૦-૭૦ વર્ષ સુધી લાગેલો રહે છે, પરંતુ જ્યાં જવાનું છે (પરલોક) ત્યાં માટે કંઈ જ એકઠું કરતો નથી—એક પણ નામ જપ, ભજન કે ભગવાનનું ચિંતન કરતો નથી, અને મૃત્યુ પામીને ખાલી હાથે જાય છે.

સિકંદર બાદશાહનું ઉદાહરણ

એક વાર સિકંદર બાદશાહની જય જયકાર થઈ રહી હતી. ત્યારે એક ફકીર સામે ઊભો રહીને સિકંદરને રોકે છે. સિકંદરને કહે છે કે તમે શક્તિશાળી છો ગમે તે આપી શકો છો. જ્યારે હું પરલોક જાવ, ત્યારે તેને એક સોય અને દોરો આપજે. આ સાંભળીને સિકંદરે કહ્યું, "પાગલ થઈ ગયા છો? પરલોકમાં ક્યાંય સોય-દોરો જતો હશે?".

ત્યારે ફકીરે જવાબ આપ્યો: "જ્યારે પરલોકમાં સોય પણ જતી નથી, તો તું હજારોની હિંસા કરીને જે ધન એકઠું કરી રહ્યો છે, તે તું શું પરલોક લઈ જઈશ?".

આ વાતથી સિકંદરને વિચાર આવ્યો અને તેણે કહ્યું કે જ્યારે તે મરે, ત્યારે તેના બંને હાથ ખુલ્લા રાખીને અંતિમ સંસ્કાર માટે લઈ જવા. સિકંદરે કહ્યું કે જેથી લોકો જોઈ શકે કે આટલો બળવાન સિકંદર, જેણે બધી જગ્યાએ વિજય મેળવ્યો, તે આજે જ્યારે મર્યો તો ખાલી હાથે જઈ રહ્યો છે.

આમ, સિકંદરના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થાય છે કે સંસારની કોઈ પણ વસ્તુ (વૈભવ, સેના, રાજપદ કે વાહવાહી) સાથે જતી નથી, એટલે તે બધું જૂઠું છે.