Ajinkya Rahane Retirement: અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ઈમોશન વીડિયો શેર કરતા કહ્યું- 'કેપ 278 સાઈનિંગ ઓફ'

સત્તાવાર જાહેરાતમાંથી મળતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા સાથે અજિંક્ય રહાણે IPL પણ નહીં રમે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 30 Jul 2026 11:17 AM (IST)Updated: Thu, 30 Jul 2026 11:24 AM (IST)
ajinkya-rahane-retires-from-international-cricket-look-at-his-remarkable-career
Ajinkya Rahane Retirement

Ajinkya Rahane Retirement: ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ વીડિયો શેર કરતા રહાણેએ ચાહકોને આ માહિતી આપી હતી, સાથે કેપ્શનમાં લખ્યું કે, "કેપ 278 સાઈનિંગ ઓફ. આટલા વર્ષો સુધી મળેલા પ્રેમ અને સહયોગ માટે આભાર. હંમેશા આભારી રહીશ."

3 વર્ષથી ટીમમાંથી બહાર ચાલી રહ્યા હતા

અજિંક્ય રહાણે લાંબા સમયથી ભારતીય આંતરરાષ્ટ્રીય ટીમમાંથી બહાર ચાલી રહ્યા હતા. અજિંક્ય રહાણેએ પોતાની છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2023 માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ મેચ તરીકે રમી હતી. જ્યારે રહાણેએ છેલ્લી વનડે (ODI) મેચ વર્ષ 2018 માં અને છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2016 માં રમી હતી.

ટેસ્ટ કેરિયર અને શાનદાર કપ્તાનીનો રેકોર્ડ

અજિંક્ય રહાણેએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 85 ટેસ્ટ, 90 વનડે અને 20 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

  • ટેસ્ટ ક્રિકેટ: ટેસ્ટ મેચોની 144 ઈનિંગ્સમાં રહાણેએ 38.46 ની એવરેજ અને 49.50 ના સ્ટ્રાઈક રેટથી 5,077 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં રહાણેએ 26 અડધી સદી અને 12 સેન્ચુરી ફટકારી છે. અજિંક્ય રહાણેનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 188 રન રહ્યો છે.
  • કપ્તાની રેકોર્ડ: અજિંક્ય રહાણેએ ભારતીય ટીમ માટે 6 ટેસ્ટ મેચોમાં કપ્તાની પણ કરી હતી. તેમની કપ્તાની હેઠળ ભારતે 4 ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો, જ્યારે 2 મેચ ડ્રો રહી હતી.

વનડે અને T20 ક્રિકેટમાં પણ મજબૂત પ્રદર્શન

  • વનડે ક્રિકેટ:રહાણેએ વનડે મેચની 87 ઈનિંગ્સમાં 35.26 ની એવરેજ અને 78.63 ના સ્ટ્રાઈક રેટથી 2,962 રન બનાવ્યા છે. વનડેમાં તેમના નામે 24 અડધી સદી અને 3 સદી નોંધાયેલી છે.
  • T20 ક્રિકેટ: 20 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રહાણેએ 113.29 ના સ્ટ્રાઈક રેટથી 375 રન બનાવ્યા છે.