Celebrity privacy: પાપારાઝી પર ભડક્યો હાર્દિક પંડયા, ગર્લફ્રેન્ડ માહિકા શર્માના પ્રાઈવેટ મૂવમેન્ટનો વિડિયો વાયરલ કર્યો હતો

હાર્દિક પંડ્યાએ કેમેરામેન અને ફોટો જર્નાલિસ્ટોને ચેતવણી આપતી ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે. જાણો શું છે મામલો.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Tue 09 Dec 2025 05:07 PM (IST)Updated: Tue 09 Dec 2025 05:07 PM (IST)
celebrity-privacy-hardik-pandya-furious-at-paparazzi-video-of-girlfriend-mahika-sharmas-private-movements-goes-viral-652332
HIGHLIGHTS
  • ટી 20 શ્રેણીમાં રમતા જોવા મળશે
  • હાર્દિક પંડ્યા ટીમમાં પરત ફરી રહ્યો છે
  • માહિકા શર્મા એક મોડેલ અને યોગ ટ્રેનર છે

Hardik Mahika: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં કટકમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20I માટે તૈયારી કરી રહ્યો છે. આ દરમિયાન તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેણે પાપારાઝી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

હકીકતમાં પાપારાઝીઓએ તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્માના ફોટા અને વિડિયો શેર કર્યા છે જે વાયરલ થઈ રહ્યા છે. હાર્દિકે પાપારાઝી પર પ્રહારો કર્યા અને તેના પાર્ટનરના અપમાનજનક ફોટા લેવા બદલ ઠપકો પણ આપ્યો.

હાર્દિકે શેર કરી સ્ટોરી
હાર્દિકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું- હું સમજું છું કે લોકોની નજરમાં રહેવા માટે ધ્યાન અને તપાસની જરૂર છે. તે મારા જીવનનો એક ભાગ છે પરંતુ આજે કંઈક એવું બન્યું જેણે બધી મર્યાદાઓ વટાવી દીધી. હાર્દિક વધુમાં લખ્યું છે કે- માહિકા બાંદ્રાના એક રેસ્ટોરન્ટમાં સીડીઓ પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે પાપારાઝીએ તેને એવા ખૂણાથી કેદ કરવાનું નક્કી કર્યું જ્યાંથી કોઈ પણ મહિલાના ફોટોગ્રાફ લેવા યોગ્ય નથી. એક ખાનગી ક્ષણને સસ્તી સંવેદનામાં ફેરવી નાખી

આ સન્માનની વાત છે
ભારતીય ઓલરાઉન્ડરે લખ્યું- કોણે શું ક્લિક કર્યું તે મહત્વનું નથી, તે મૂળભૂત આદર વિશેની વાત છે. મહિલાઓ આદરને પાત્ર છે. દરેકને સીમાઓનો અધિકાર છે. મીડિયા ભાઈઓ દરરોજ સખત મહેનત કરે છે, હું તમારી મહેનતનું સન્માન કરું છું અને હું હંમેશા તમને ટેકો આપું છું. હું તમને બધાને વિનંતી કરું છું કે કૃપા કરીને થોડી વધુ કાળજી રાખો. દરેક વસ્તુને કેદ કરવાની જરૂર નથી. દરેક ખૂણાથી જોવાની જરૂર નથી. ચાલો આ રમતમાં થોડી માનવતા જાળવીએ. આભાર.

હાર્દિકે તાજેતરમાં જ મોડેલ અને યોગ ટ્રેનર માહિકા સાથેના તેના નવા સંબંધની પુષ્ટિ કરી છે. પંડ્યાએ ઓક્ટોબર 2025માં તેના 32મા જન્મદિવસ પહેલા માહિકા સાથેના ફોટા શેર કરીને તેમના સંબંધને સત્તાવાર બનાવ્યા. માહિકા શર્માની વાત કરીએ તો તેને ટોચના ડિઝાઇનર્સ સાથે કામ કર્યું છે.

હાર્દિક પંડ્યા કટકમાં
હાર્દિક પંડ્યા હાલમાં ટીમ ઈન્ડિયા સાથે કટકમાં છે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ કટકમાં રમવાની છે. આ પંડ્યાનો વાપસીનો મેચ છે. તે એશિયા કપમાં ઘાયલ થયો હતો અને બે મહિનાથી ક્રિકેટથી દૂર હતો.