Cricket News: છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મનો સામનો કરી રહેલ ટીમ ઈન્ડિયાના સ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ (Abhishek Sharma) શાનદાર વાપસી કરી છે. હકીકતમાં અભિષેક શર્માએ પંજાબમાં રમાયેલી 50 ઓવરની એક લોકલ મેચમાં તોફાની બેવડી સદી ફટકારી છે.
પંજાબ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ સીનિયર મેચમાં અભિષેક શર્મા ઈનિંગ્સ રમવા મેદાન પર ઉતર્યો, તે સાથે જ હરીફ ટીમના બોલરોની ધોલાઈ શરૂ કરી દીધી હતી. અભિષેક શર્માએ માત્ર 91 બોલમાં 15 ફૉર અને 25 સિક્સ સાથે 233 રન જૂડી નાંખ્યા હતા.
બીજી તરફ ક્રીઝ પર અભિષેક શર્માને સાથ આપનાર અભી ચૌધરી 85 બૉલમાં 93 રન બનાવી આઉટ થતા સદી ચૂકી ગયો હતો. આ બન્ને બેટ્સમેનોનો તોફાની ઈનિંગ્સની મદદથી અભિષેકની ટીમ અમૃતસરે 50 ઑવરમાં 8 વિકેટ ગુમાવીને 533 રનનો તોતિંગ સ્કોર ખડકી દીધો હતો.
ઝીમ્બાબ્વે સામેની સિરીઝમાં અભિષેક શર્માએ 3 મેચમાં માંડ 11 રન જ બનાવ્યા
તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાની ઝીમ્બાબ્વે સામેની T-20 સિરીઝમાં અભિષેક શર્માનો પર્ફોમન્સ સાવ કંગાળ રહ્યું હતુ. અભિષેક શર્માએ સિરીઝની 3 ઈનિંગ્સમાં 3.67ની સરેરાશથી માત્ર 11 રન જ બનાવ્યા હતા. લોકલ મેચમાં ફોર-સિક્સનો વરસાદ કરનાર આ બેટ્સમેન તે સિરિઝમાં માત્ર 2 ફોર મારી શક્યો હતો. જ્યારે તેની સ્ટ્રાઈક રેટ માત્ર 55ની રહી હતી.
સિરીઝની પ્રથમ મેચમાં અભિષેક શર્મા માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજી મેચમાં અભિષેક શર્માએ 8 રન તેમજ ત્રીજી મેચમાં માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ખાસ વાત એ છે કે, આ ત્રણેય મેચમાં બ્લેસિંગ મુજારાબાનીની બોલિંગમાં જ અભિષેક શર્મા આઉટ થયો હતો. એવામાં અભિષેક શર્માને આ તોફાની ઈનિંગ્સની સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.
