CSK vs KKR IPL 2026: કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચને ચેન્નઈ સુપર કિંગ્સે જીતીને આઈપીએલની આ સિઝનમાં પોતાની બીજી જીત મેળવી છે. જીતમાં ચેન્નઈના બોલર નૂર અહેમદનો ફાળો મહત્વનો રહ્યો હતો. તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો. મેચમાં વિકેટ લીધા પછીનું તેનું સેલિબ્રેશન વાઈરલ થયું છે.
ક્યારે કર્યું સેલિબ્રેશન
ચેન્નઈ વતી નૂર અહેમદ 11મી ઓવર ફેંકી રહ્યો હતો. સામે બેટ્સમેન કેકેઆરનો કેપ્ટન રહાણે હતો. પાંચમાં બોલ પર રહાણે કેચ આઉચ થયો હતો. ત્યારે નૂર અહેમદે પોતાના બન્ને હાથ આંખ પર સલામી મુદ્રામાં રાખી દીધા હતા. તેનું આ સેલિબ્રેશન સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયું છે. ચેન્નઈના ચાહકો નૂર અહેમદના પ્રદર્શનની ભારે પ્રસંશા કરી રહ્યા છે.
મેચમાં નૂર અહેમદનું પ્રદર્શન કેવું રહ્યું?
આ મેચમાં નૂરે 4 વિકેટ ફેંકી હતી. જેમાં માત્ર 21 રનજ આપ્યા હતા અને 3 વિકેટ ઝડપી હતી. નૂરે 11મી ઓવરના છેલ્લા બે બોલ પર બે વિકેટ લીધી હતી. એક રણાણે અને બીજી કેમરૂન ગ્રીનને બોલ્ડ કર્યો હતો. જ્યારે ત્રીજી વિકેટ રિંકુ સિંહની લીધી હતી.
જીત પછી નૂર અહેમદે શું કહ્યું ?
ટીમની જીતમાં ફાળો આપીને હું ઘણો ખુશ છું. હું હંમેશા મારી આંગળીઓને કોરી રાખવાનો પ્રયાસ કરતો હતો. જે બાબતે મને હું જ્યાં ઈચ્છતો હતો તે જગ્યાએ બોલ ફેંકવામાં મદદ કરી. બોલ બેટમાં આવી રહ્યો ન હતો જે બાબતે મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો હતો. ટીમને સફળતા મળે તે માટે હું ઘણી મહેનત કરી રહ્યો છું.
મેચમાં શું થયું?
પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈની ટીમે 5 વિકેટના નુકસાને 195 રન બનાવ્યા હતા. આ પહેલાની ચેમાં 115 રન બનાવનાર સંજૂ સેમસને આ મેચમાં પણ 48 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમ 7 વિકેટના નુકસાને 160 રન બનાવી શકી હતી અને 32 રને ચેન્નઈની જીત થઈ હતી.
