DC vs GT IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 14મી મેચમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાયો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચમાં દિલ્હીને માત્ર 1 રનથી હરાવીને સીઝનની પોતાની પ્રથમ જીત નોંધાવી છે. મેચમાં ગુજરાતના વિજયની સાથે સાથે ખેલાડી ગ્લેન ફિલિપ્સની અદભૂત ફિલ્ડિંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
ગ્લેન ફિલિપ્સનો ‘કેચ ઓફ ધ સેન્ચુરી’ પ્રયાસ: દિલ્હીની ઇનિંગની 6ઠ્ઠી ઓવરમાં જ્યારે કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે અશોક શર્માના બોલ પર હવામાં શોટ રમ્યો હતો. ગ્લેન ફિલિપ્સે બોલને પકડવા માટે પાછળની તરફ દોડીને એક એવી ડાઈવ લગાવી કે જોનારાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જોકે, બોલ તેની આંગળીઓથી માત્ર થોડા ઇંચ દૂર રહી ગયો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે અને ચાહકો તેને ‘કેચ ઓફ ધ સેન્ચુરી’ નો પ્રબળ દાવેદાર ગણાવી રહ્યા છે. જોકે, ફિલિપ્સે પાછળથી રાશિદ ખાનની બોલિંગ પર દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલનો શાનદાર કેચ પકડીને ટીમને મેચમાં પાછી લાવી હતી.
ગ્લેન ફિલિપ્સની ફિલ્ડિંગનો વીડિયો (Glenn Phillips video)
ONLY Glenn Phillips CAN DO THIS 🤯🔥
— Just In (@CricketPlus0) April 8, 2026
To stop KL Rahul’s shot, Glenn Phillips flew in the air at the boundary like an airplane 🤯✈️
And today vs Gujrat Titans, one mistake from David Miller ruined KL Rahul’s fighting knock of 92 runs 💔#GTvsDC #DCvsGT pic.twitter.com/pWyR3OVGXT
મેચનો સ્કોરકાર્ડ અને રોમાંચક અંત: ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 210 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેમાં કેપ્ટન શુભમન ગિલે 70 રન, જોસ બટલરે 52 રન અને વોશિંગ્ટન સુંદરે 55 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. ગિલ અને સુંદર વચ્ચે ત્રીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી થઈ હતી.
