T20 World Cup 2026 Super 8 Schedule: 2026 T20 વર્લ્ડ કપ માટે સુપર 8ની સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાન સહિત 8 ટીમો આ તબક્કા માટે ક્વોલિફાય થઈ ગઈ છે. એક વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બહાર થઈ ગઈ છે જ્યારે ઝિમ્બાબ્વે મજબૂત પ્રદર્શન સાથે સુપર 8માં પ્રવેશ કર્યો છે. ભારતને એક સરળ ગ્રુપમાં સ્થાન મળ્યું છે અને સેમિફાઇનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે.
ભારત 22 ફેબ્રુઆરીથી સુપર 8 માં પોતાનું અભિયાન શરૂ કરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ શરૂઆતની મેચમાં ગયા સિઝનના રનર્સ-અપ દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. વધુમાં સેમિફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાની પણ શક્યતા છે, જે આ વર્લ્ડ કપને વધુ રોમાંચક બનાવશે.
T20 World Cup Super 8 શિડ્યુઅલ
- 21 ફેબ્રુઆરી, શનિવાર - ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન - સાંજે 7 વાગ્યે, કોલંબો
- 22 ફેબ્રુઆરી, રવિવાર - શ્રીલંકા વિરુદ્ધ ઇંગ્લેન્ડ - બપોરે 3 વાગ્યે, કેન્ડી
- 22 ફેબ્રુઆરી, રવિવાર - ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા - સાંજે 7 વાગ્યે, અમદાવાદ
- 23 ફેબ્રુઆરી, સોમવાર - વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ઝિમ્બાબ્વે - સાંજે 7 વાગ્યે, મુંબઈ
- 24 ફેબ્રુઆરી, મંગળવાર - ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન - સાંજે 7 વાગ્યે, કેન્ડી
- 25 ફેબ્રુઆરી, બુધવાર - શ્રીલંકા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - સાંજે 7 વાગ્યે, કોલંબો
- 26 ફેબ્રુઆરી, ગુરુવાર - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ - બપોરે ૩ વાગ્યે, અમદાવાદ
- 26 ફેબ્રુઆરી, ગુરુવાર - ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે - સાંજે 7 વાગ્યે, ચેન્નાઈ
- 27 ફેબ્રુઆરી, શુક્રવાર - ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - સાંજે 7 વાગ્યે, કોલંબો
- 28 ફેબ્રુઆરી, શનિવાર - શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાન - સાંજે 7 વાગ્યે, કેન્ડી
- 1માર્ચ, રવિવાર - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઝિમ્બાબ્વે - બપોરે 3 વાગ્યે, દિલ્હી
- 1 માર્ચ, રવિવાર - ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ - સાંજે 7 વાગ્યે, કોલકાતા
India's T20 WC Super 8 Schedule
- 22 ફેબ્રુઆરી, રવિવાર - ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, સાંજે 7 વાગ્યે - અમદાવાદ
- 26 ફેબ્રુઆરી, ગુરુવાર - ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે, સાંજે 7 વાગ્યે - ચેન્નાઈ
- 1 માર્ચ, રવિવાર - ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, સાંજે 7 વાગ્યે - કોલકાતા
