IND A vs PAK A Live Score: ભારત ઓલઆઉટ! મોટી જીત સાથે પાકિસ્તાન થયું સેમિફાઈનલ માટે ક્વોલિફાય

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા ટુર્નામેન્ટમાં ભારત A અને પાકિસ્તાન A ટીમ વચ્ચે આજે દોહામાં મેચ રમાઈ રહી છે. લાઈવ સ્કોર જોવા પેજ રિફ્રેશ કરો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 22 Nov 2026 03:50 PM (IST)Updated: Mon, 23 Nov 2026 12:32 AM (IST)
ind-a-vs-pak-a-live-score-asia-cup-rising-stars-2026-cricket-scorecard-match-updates-highlights

India A vs Pakistan A Live Score, ACC Mens Asia Cup Rising Stars 2026: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026 માં કટ્ટર હરીફ ગણાતા ભારત અને પાકિસ્તાન દોહામાં આજે મેદાને ઉતર્યા. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ભારતને જીતવા માટે 314 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, ભારતીય ટીમ 49.1 ઓવરમાં ઓલઆઉટ થતા આ મેચ હારી હતી. ભારતે પોતાની પહેલી મેચમાં નેપાળને 306 રનથી હરાવ્યું, બીજી તરફ પાકિસ્તાને UAE ને હરાવ્યું હતું.

ભારત સામે પાકિસ્તાન ટીમે મેચ જીતી

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં પાકિસ્તાન A ટીમે ભારત A ટીમને 48 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ટીમે 313 રન બનાવ્યા. જવાબમાં, ભારત 265 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને મેચ હારી ગયું. ભારત તરફથી તિલક વર્માએ સદી ફટકારી પરંતુ ભારતને જીત અપાવી શક્યા નહીં. પાકિસ્તાન તરફથી અલી રઝા અને હસન નવાઝે ત્રણ-ત્રણ વિકેટ લીધી. આ જીત સાથે, પાકિસ્તાન સેમિફાઈનલ માટે ક્વોલિફાય થયું છે.

તિલકની વિકેટ સાથે ઈન્ડિયા ઓલઆઉટ

50મી ઓવરના પ્રથમ બોલ પર અહેમદ દાનિયાલે તિલક વર્માને કેચ આઉટ કર્યો, આ સાથે જ ભારતીય A ટીમ ઓલઆઉટ થઈ છે. તિલક વર્મા 149 બોલમાં 100 રન બનાવી આઉટ થયા હતા. તિલક વર્માએ એક છેડેથી ભારતીય ઈનિંગને મજબૂતી આપી હતી. જોકે, અન્ય બેટ્સમેનો તરફથી કેપ્ટનને કોઈ ખાસ સહયોગ મળી શક્યો નહીં.

કેપ્ટન તિલક વર્માએ સદી ફટકારી

ભારતીય કેપ્ટન તિલક વર્માએ પાકિસ્તાન A સામે 148 બોલમાં પોતાની સદી પૂરી કરી. તેમણે એક છેડે મજબૂત પકડ બનાવી રાખી અને તેમને અન્ય કોઈ બેટ્સમેન તરફથી કોઈ ટેકો મળ્યો નહીં. 49 ઓવર પછી ભારતનો સ્કોર 265/9 છે.

ભારતીય ટીમના 250 રન પૂર્ણ કર્યા

ભારતે પાકિસ્તાન A સામે 250 રન પૂર્ણ કર્યા છે. ટીમ ઇન્ડિયાએ 46મી ઓવરમાં આ આંકડો પૂર્ણ કર્યો. ટીમ ઇન્ડિયા માટે તિલક વર્મા 87* રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. ભારતને જીતવા માટે છેલ્લી ચાર ઓવરમાં 63 રનની જરૂર છે.

હર્ષિત રાણા ગોલ્ડન ડક પર આઉટ

પાકિસ્તાન A ટીમે ભારત સામે કડક વલણ અપનાવ્યું છે. મોહમ્મદ ઈમરાન રંધાવાએ હર્ષિત રાણાને શૂન્ય પર આઉટ કર્યો છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ પોતાની નવમી વિકેટ ગુમાવી દીધી. પાકિસ્તાન જીતથી એક વિકેટ દૂર છે.

વિપ્રજ નિગમ શૂન્ય રન બનાવી આઉટ

ભારત A ટીમ પાકિસ્તાન A સામે મુશ્કેલીમાં છે. ટીમ ઈન્ડિયાએ પોતાની આઠમી વિકેટ ગુમાવી દીધી છે. વિપ્રજ નિગમ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયા અને શૂન્ય રન પર આઉટ થયા. તેમને પાકિસ્તાની ફાસ્ટ બોલર અલી રઝાએ આઉટ કર્યા. ભારતનો સ્કોર 43.4 ઓવર પછી 241/8 છે.

શાહબાઝ અહેમદ 56 રન પર આઉટ

પાકિસ્તાન A ટીમે ભારતને સાતમો ઝટકો આપ્યો છે. અલી રઝાએ શાહબાઝ અહેમદને આઉટ કર્યો છે. અહમદ 56 રન બનાવીને આઉટ થયો હતો. 43.3 ઓવર પછી ભારતનો સ્કોર 241/7 છે.

ભારતના 200 રન પૂર્ણ, 6 વિકેટ ગુમાવી

ભારતીય ટીમે પાકિસ્તાન A ટીમ સામે 200 રન પૂરા કર્યા છે. ટીમ ઈન્ડિયાએ 37.1 ઓવરમાં બેવડી સદીનો આંકડો પૂરો કર્યો. ભારત તરફથી તિલક વર્મા 55* અને શાહબાઝ અહેમદ 43* રન બનાવી રહ્યા છે.

150 રન પૂર્ણ, તિલકની ફિફ્ટી

ભારત ટીમનો સ્કોર 150 રન પહોંચ્યો છે. જોકે, ટીમ ઈન્ડિયા હાલમાં મુશ્કેલીમાં છે. ભારતે 30 ઓવરમાં 150 રનનો આંકડો પૂર્ણ કરી લીધો છે. બીજી તરફ, કેપ્ટન તિલક વર્માએ પાકિસ્તાન A સામે 95 બોલમાં અડધી સદી પૂરી કરી છે. ટીમ ઈન્ડિયા એક છેડે વિકેટ ગુમાવતી રહી, પરંતુ તિલક મજબૂત રહ્યો હતો. ભારત હવે તેમની પાસેથી મોટી ઈનિંગની આશા રાખી રહ્યું છે. 35 ઓવરના અંતે ભારતનો સ્કોર 181/6 છે.

સૂર્યાંશ શેડગે પણ 3 રને આઉટ

ભારત A પાકિસ્તાન સામે મુશ્કેલીમાં છે. ટીમ ઈન્ડિયાએ તેની છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. સૂર્યાંશ શેડગે ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. તેને હસન નવાઝે આઉટ કર્યો હતો. 26 ઓવર પછી ભારતનો સ્કોર 131/6 છે. ટીમ ઈન્ડિયા તરફથી તિલક વર્મા 26* રન પર બેટિંગ કરી રહ્યા છે, જ્યારે શાહબાઝ અહેમદ બેટિંગ કરવા આવ્યો છે.

રિંકુ સિંહ 6 રન બનાવી આઉટ

પાકિસ્તાન A સામેની મેચમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં છે. અડધી ભારતીય ટીમ પેવેલિયનમાં પરત ફરી છે. રિંકુ સિંહ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો અને છ રન બનાવીને હસન નવાઝના બોલ પર આઉટ થયો છે. 22 ઓવર પછી ભારતનો સ્કોર 115/5 છે. કેપ્ટન તિલક વર્મા 22* રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે, જ્યારે સૂર્યાંશ શેડગે બેટિંગ કરવા આવ્યા છે.

કુમાર કુશાગ્ર પણ સસ્તામાં આઉટ

પાકિસ્તાન A સામે ભારત મુશ્કેલીમાં છે. ટીમ ઈન્ડિયાએ તેની ચોથી વિકેટ ગુમાવી દીધી છે. વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. તેને સુફયાન મુકીમે આઉટ કર્યો હતો. 18.2 ઓવર પછી ભારતનો સ્કોર 102/4 છે.

ભારત A ટીમે 100 રન પૂર્ણ કર્યા

ભારત A ટીમે પાકિસ્તાન A સામે 100 રન પૂર્ણ કર્યા છે. ટીમ ઇન્ડિયાએ 17.1 ઓવરમાં સદીનો આંકડો પૂર્ણ કર્યો છે. ભારત  વતી તિલક વર્મા 13* અને કુમાર કુશાગ્ર 2* રને રમી રહ્યા છે. 19.3 ઓવરમાં ભારતનો સ્કોર 104-4 છે.

અભિષેક શર્મા 70 રન પર આઉટ

ભારતને પાકિસ્તાન A સામે ત્રીજો ઝટકો લાગ્યો છે. હસન નવાઝે અભિષેક શર્માને મેદાનની બહારનો રસ્તો બતાવ્યો છે. અભિષેક 70 રન બનાવીને આઉટ થયો હતો. તિલક વર્મા 8* રન બનાવીને ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો છે, જ્યારે કુમાર શાર્પ બેટિંગ માટે મેદાનમાં આવ્યો છે. 16 ઓવરના અંતે ભારતનો સ્કોર 93/3 છે.

અભિષેક શર્માની વિસ્ફોટક ફિફ્ટી

ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ પાકિસ્તાન A સામે પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી છે. તેણે માત્ર 31 બોલમાં અડધી સદી ફટકારીને ભારતને 314 રનના લક્ષ્યાંક સુધી પહોંચાડ્યું છે. ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક 60* અને તિલક વર્મા 6* રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. 14 ઓવર પછી ઈન્ડિયાનો સ્કોર 81/2 છે.

ભારતની A ટીમના 50 રન પૂર્ણ

ભારત A ટીમે 50 રન પૂર્ણ કર્યા છે. બે વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની શરૂઆત ધીમી રહી હતી, પરંતુ આઠમી ઓવરમાં અભિષેક શર્માએ મોહમ્મદ ઈરમાન રંધાવા સામે આક્રમક રમત શરૂ કરી. તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. 8 ઓવરના અંતે ભારતનો સ્કોર 56/2 છે.

વૈભવ અને આયુષ સસ્તામાં આઉટ

વૈભવ સૂર્યવંશી ફરી એકવાર સસ્તામાં આઉટ થયો છે. તે 13 બોલમાં 11 રન બનાવીને મોહમ્મદ ઈમરાન રંધાવાના બોલ પર આઉટ થયો હતો. જ્યારે પાકિસ્તાની ફાસ્ટ બોલર અલી રઝાએ આયુષ બદોનીને શૂન્ય રને આઉટ કર્યો છે. ભારત તરફથી અભિષેક શર્મા 13* રને બેટિંગ કરી રહ્યો છે, જ્યારે કેપ્ટન તિલક વર્મા બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો છે.

ભારતની બેટિંગ શરૂ, 314 રનનો ટાર્ગેટ

ભારત A ટીમે પાકિસ્તાન A ટીમ સામે બેટિંગ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા માટે ઓપનર તરીકે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા ક્રીઝ પર છે. ભારત A ટીમને જીતવા માટે 314 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

પાકિસ્તાન ટીમ 313 રનમાં સમેટાઈ

ભારત સામે પાકિસ્તાન A ટીમે મજબૂત શરૂઆત કરી હતી અને એક સમયે 350 થી વધુ રન બનાવવા માટે તૈયાર દેખાતી હતી. જોકે, ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી, પાકિસ્તાન ટીમને 49.2 ઓવરમાં 313 રન સુધી મર્યાદિત રાખ્યું. પાકિસ્તાન તરફથી મુઆઝ સદકત (59), હસન નવાઝ (79) અને ફરહાન યુસુફે (56) અડધી સદી ફટકારી. ટીમ ઈન્ડિયા તરફથી હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, સૂર્યાંશ શેડગે અને વિપ્રજ નિગમે બે-બે વિકેટ લીધી. ભારત A ટીમને મેચ જીતવા માટે 314 રન બનાવવા પડશે.

મોહમ્મદ ઈમરાન રંધાવા પણ આઉટ

પાકિસ્તાન A ટીમે ભારત સામે છઠ્ઠી વિકેટ ગુમાવી છે. વિપ્રજ નિગમે મોહમ્મદ રંધાવાને 23 રન બનાવીને આઉટ થયો છે. પાકિસ્તાન તરફથી ફરહાન યુસુફ 32* રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે, જ્યારે સાદ મસૂદ બેટિંગ કરવા આવ્યો છે. 42 ઓવર પછી સ્કોર 264/6 છે.

હસન નવાઝ 79 રન પર થયો આઉટ 

ભારત A ટીમ માટે માથાનો દુખાવો બની ગયેલા હસન નવાઝને સૂર્યાંશ શેડગેએ આઉટ કર્યો. શેડગેએ નવાઝને 79 રને આઉટ કર્યો. તેણે પોતાની ઈનિંગ દરમિયાન પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. પાકિસ્તાન તરફથી ફરહાન યુસુફ 23* રન પર બેટિંગ કરી રહ્યો છે. 38.2 ઓવર પછી પાકિસ્તાન Aનો સ્કોર 231/5 છે.

પાકિસ્તાન A ટીમે 200 રન પૂરા કર્યા

ભારત A ટીમ સામે પાકિસ્તાને 200 રન પૂરા કર્યા. પાકિસ્તાન ટીમે 34મી ઓવરમાં સીમાચિહ્ન હાંસલ કર્યું. પાકિસ્તાન A ટીમની શરૂઆત મજબૂત રહી હતી, પરંતુ ભારતીય બોલરોએ પાછળથી મેચ પર પકડ મજબૂત કરી દીધી. પાકિસ્તાને 34મી ઓવરના બીજા બોલ પર આ સીમાચિહ્ન હાંસલ કર્યું. હાલમાં, પાકિસ્તાનનો સ્કોર 200/4 છે.

કેપ્ટન અબ્દુલ સમદ થયા રન આઉટ

ભારત A ટીમ સામે પાકિસ્તાને પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી છે. રિંકુ સિંહે શાનદાર ફિલ્ડિંગ કરીને પાકિસ્તાની કેપ્ટન અબ્દુલ સમદને રન આઉટ કર્યા. સમદ 28 રન બનાવીને આઉટ થયા. પાકિસ્તાન તરફથી સહાન નવાઝ 59 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે, જ્યારે ફરહાન યુસુફ બેટિંગ કરવા આવ્યા છે. 31 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 187/4 છે.

હસન નવાઝે ફટકારી જોરદાર ફિફ્ટી 

પાકિસ્તાનના હસન નવાઝે ઈન્ડિયા A ટીમ સામે શાનદાર બેટિંગ કરી છે. તેણે 44 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે વિપ્રજ નિગમની બોલિંગમાં છગ્ગો મારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. 28 ઓવરના અંતે, પાકિસ્તાનનો સ્કોર 171/3 છે. હસન નવાઝ 51* અને અબ્દુલ સમદ 19* રને રમી રહ્યા છે.

પાકિસ્તાનનો સ્કોર 150 સુધી પહોંચ્યો

પાકિસ્તાન A ટીમે ભારત A સામે 150 રનનો સ્કોર પૂર્ણ કરી લીધો છે. અબ્દુલ સમદે 27મી ઓવરના ચોથા બોલ પર શાહબાઝ અહેમદને છગ્ગો મારીને આ આંકડો નોંધાવ્યો છે. 24 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 158/3 છે.

ભારતની ત્રીજી સફળતા, સદાકત આઉટ

ભારતીય ટીમે ત્રીજી સફળતા મેળવી છે. સૂર્યાંશ શેડગેએ સદાકતની મહત્વપૂર્ણ વિકેટ લીધી છે. સદાકત 63 બોલમાં 59 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાનનો સ્કોર 19.1 ઓવર પછી 121/3 છે.

સદાકતે ફટકારી ફિફ્ટી, સ્કોર 104/2

પાકિસ્તાનના ઓપનર માઝ સદાકતે ભારત A ટીમ સામે શાનદાર બેટિંગ કરી છે. તેણે 47 બોલમાં અડધી સદી ફટકારી છે. સદાકતે UAE સામેની પહેલી મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. 15.1 ઓવર પછી પાકિસ્તાન એનો સ્કોર 104/2 છે.

પાવરપ્લે સમાપ્ત, 10 ઓવર પછી 73/2

પાકિસ્તાન A અને ભારત A વચ્ચે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 મેચમાં પહેલો પાવરપ્લે સમાપ્ત થયો. પાકિસ્તાને મેચ ઝડપથી શરૂ કરી, પરંતુ ભારતીય બોલરોએ પાછળથી વાપસી કરી, એક પછી એક બે વિકેટ ઝડપી હતી. 10 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 73/2 છે.

રોહેલ નઝીર ખાતું ખોલ્યા વગર આઉટ

ભારતને પાકિસ્તાન A ટીમ સામે બીજી સફળતા મળી છે. હર્ષિત રાણાએ રોહેલ નઝીરને શૂન્ય રન પર આઉટ કર્યો હતો. આયુષ બદોનીએ તેની પહેલાની ઓવરમાં શામિલ હુસૈનને આઉટ કર્યો હતો. 8.3 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 67/2 છે.

ભારતની પહેલી સફળતા, શમીલ આઉટ

રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં પાકિસ્તાન A સામે ભારતની પહેલી સફળતા મળી છે. આયુષ બદોનીએ શમીલ હુસૈનને 33 રનમાં આઉટ કર્યો હતો. હર્ષિત રાણાએ કેચ પકડ્યો અને પછી સેન્ડ-ઓફ આપ્યો હતો. 7.5 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 66/1 છે.

પાકિસ્તાને સાત ઓવરમાં 65 પૂર્ણ કર્યા

ભારત A ટીમ પાકિસ્તાન A સામેની મેચમાં વિકેટ શોધી રહી છે. સાત ઓવરના અંત સુધીમાં, પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વિના 65 રન બનાવી લીધા હતા. હર્ષિત રાણાએ સાતમી ઓવરમાં રન રેટ ધીમો કર્યો, ફક્ત એક રન આપ્યો અને પાકિસ્તાની બેટિંગને પરેશાન કરી.

પાકિસ્તાની ટીમે કરી વિસ્ફોટક શરૂઆત

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ કપ 2026 માં ભારત A સામે પાકિસ્તાન A ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ચાર ઓવરના અંત સુધીમાં, પાકિસ્તાની ટીમે 46 રન બનાવી લીધા હતા. શામિલ હુસૈન (28*) અને મુઆઝ સદકત (17*) પાકિસ્તાન તરફથી આગળ વધી રહ્યા હતા. ભારતીય બોલરો વિકેટો શોધી રહ્યા હતા.

કટ્ટર હરીફ! બંને કેપ્ટનોએ હાથ ન મિલાવ્યો

ભારતના કેપ્ટન તિલક વર્મા અને પાકિસ્તાનના કેપ્ટન અબ્દુલ સમદે ટોસ દરમિયાન હાથ મિલાવ્યા ન હતા. બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધોને કારણે સપ્ટેમ્બર 2025 ના એશિયા કપથી ભારતીય ક્રિકેટ ટીમે શરૂ કરાયેલી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની નીતિ આ ટૂર્નામેન્ટમાં પણ જાળવી રાખવામાં આવી છે.

પાકિસ્તાને ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ દરમિયાન મેચ રેફરીએ એક મોટી ભૂલ કરી હતી. પાકિસ્તાની કેપ્ટન અબ્દુલ સમદ હેડ્સ બોલાવ્યા, પરંતુ રેફરીએ ટેલ્સ બોલાવ્યા. જોકે, સમદે રેફરીની ભૂલ તરફ ધ્યાન દોર્યું, અને પછી તેમણે પાકિસ્તાનને ટોસનો વિજેતા જાહેર કર્યો.

IND A vs PAK A: ભારતીય ટીમની પ્લેઈંગ 11

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, આયુષ બદોની, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), રીંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપ્રરાજ નિગમ, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ.

IND A vs PAK A: પાકિસ્તાન ટીમની પ્લેઈંગ 11

શમીલ હુસૈન, માજ સદાકત, રોહેલ નઝીર (વિકેટકીપર), હસન નવાઝ, અબ્દુલ સમદ (કેપ્ટન), ફરહાન યુસુફ, સાદ મસૂદ, મોહમ્મદ ઈમરાન રંધાવા, અહેમદ દાનિયાલ, સુફયાન મુકીમ, અલી રઝા.