IND Vs IRE 1st T20I Live Streaming: ભારતનો આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડનો વ્હાઇટ-બોલ પ્રવાસ શુક્રવારે બેલફાસ્ટમાં બે મેચની T20I સિરીઝ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. શ્રેયસ ઐયરની કપ્તાનીમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પ્રથમ મેચમાં યજમાન આયર્લેન્ડનો સામનો સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે કરશે.
IND vs IRE: હેડ-ટુ-હેડ અને ઈતિહાસ
ભારત અને આયર્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે T20I માં અત્યાર સુધી 8 વખત મુકાબલો થયો છે, જેમાં ભારતે તમામ પૂર્ણ થયેલી મેચો જીતી છે. 2023માં ભારતના છેલ્લા આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન એક મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી, જોકે ભારતે તે સિરીઝ 2-0 થી જીતી લીધી હતી. આ બંને ટીમો સૌપ્રથમ 2009 માં ICC વર્લ્ડ T20 દરમિયાન નોટિંગહામમાં ટકરાઈ હતી, જ્યાં ભારતે 8 વિકેટે જીત મેળવી હતી.
IND vs IRE: ટીમમાં ફેરફાર, ખેલાડીઓને ઈજા
આ સિરીઝ પહેલા બંને ટીમના ખેલાડીઓને ઈજાનો સામનો કરવો પડ્યો છે. આયર્લેન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેમના અનુભવી ખેલાડીઓ પોલ સ્ટર્લિંગ, માર્ક અડાયર, જોશુઆ લિટલ અને કર્ટિસ કેમ્ફર આ સિરીઝ માટે ઉપલબ્ધ નથી. તેમની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ નવા ફુલ-ટાઇમ કેપ્ટન લૉર્કન ટકર કરશે.
ભારતીય ટીમમાં પણ ઇજાને કારણે ફેરફારો કરવામાં આવ્યા છે. વરુણ ચક્રવર્તી અને નીતિશ રેડ્ડી સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. અને તેમના સ્થાને અનુક્રમે પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
IND vs IRE 1st T20I: મેચ ક્યારે રમાશે?
પ્રથમ મેચ 26 જૂન, શુક્રવારના રોજ રમાશે.
IND vs IRE 1st T20I: મેચ ક્યાં રમાશે?
પ્રથમ મેચ બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાશે.
IND vs IRE 1st T20I: કયા સમયે રમાશે?
આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6:00 વાગ્યે અને સ્થાનિક સમય બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. મહિલા T20 વર્લ્ડ કપ સાથે સમયનો ટકરાવ ટાળવા માટે મેચનો સમય બદલવામાં આવ્યો છે.
IND vs IRE: લાઈવ પ્રસારણ ક્યાં જોઈ શકાશે?
- ટીવી બ્રોડકાસ્ટ: ભારતમાં આ મેચનું લાઈવ પ્રસારણ 'સોની સ્પોર્ટ્સ નેટવર્ક' (Sony Sports Network) પર થશે.
- લાઇવ સ્ટ્રીમિંગ: ડિજિટલ પ્લેટફોર્મ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ 'જિયોહોટસ્ટાર' (JioHotstar) એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
IND vs IRE 1st T20I: Playing XI
ભારતની Squad: શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી, પ્રસિદ્ધ કૃષ્ણ.
આયર્લેન્ડ Squad : લૉર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), રોસ અડાયર, બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોક્રેલ, સ્ટીફન ડોહેની, મેથ્યુ હમ્ફ્રીઝ, ગેવિન હોય, મેથ્યુ હોલાર્ડ, લિયેમ મેકકાર્થી, જય મૂંદડા, હેરી ટેક્ટર, ટિમ ટેક્ટર, રૂબેન વિલ્સન.
