IND vs PAK T20 World Cup 2026 Live Streaming: T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા મહામુકાબલા પર લાગેલી અનિશ્ચિતતાના વાદળો આખરે હટી ગયા છે. અગાઉ ભારત સામે રમવાનો ઈનકાર કરનાર પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણ અને ICC ના કડક વલણ સામે નમતું જોખ્યું છે. અનેક દિવસો સુધી ચાલેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ હવે 15 ફેબ્રુઆરીએ બંને કટ્ટર હરીફો મેદાનમાં સામસામે ટકરાશે.
પાકિસ્તાનનો પીછેહઠનો ઘટનાક્રમ
નોંધનીય છે કે 1 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સરકારે જાહેરાત કરી હતી કે તેમની ટીમ વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે. ત્યારબાદ પાકિસ્તાને મેચ રમવા માટે ત્રણ શરતો મૂકી હતી, જેને ICC એ ફગાવી દીધી હતી. આખરે કોઈ પણ વિકલ્પ ન રહેતા પાકિસ્તાને બિનશરતી મેચ રમવા માટે સંમતિ દર્શાવી છે.
ટુર્નામેન્ટમાં બંને ટીમોની સ્થિતિ
ભારત અને પાકિસ્તાન બંનેને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. ભારત પોતાની પ્રથમ મેચમાં યુએસએને હરાવી ચૂક્યું છે, જ્યારે પાકિસ્તાને નેધરલેન્ડ્સ સામે જીત મેળવી છે. પાકિસ્તાન આજે યુએસએ સામે ટકરાશે, જ્યારે ભારત ગુરુવારે નામિબિયા સામે મેદાનમાં ઉતરશે. ત્યારબાદ બંને ટીમો 15 ફેબ્રુઆરીએ સીધી એકબીજા સામે ટકરાશે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ ક્યારે રમાશે?
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ T20 વર્લ્ડ કપ 2026 ની 27મી મેચ હશે. આ મેચ રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ છે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ ક્યાં રમાશે?
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાશે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનો સમય શું છે?
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 6:30 વાગ્યે થશે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનું લાઈવ પ્રસારણ કઈ ચેનલ પર થશે?
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ભારત વિરુદ્ધ પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર કરવામાં આવશે.
