IND vs SA 1st ODI Live Streaming: દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં મળેલી કારમી હારના આઘાતમાંથી બહાર આવીને ટીમ ઈન્ડિયા હવે વનડે ફોર્મેટમાં જોરદાર વાપસી કરવા માટે સજ્જ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીનો પ્રારંભ આવતીકાલે એટલે કે 30 નવેમ્બરથી રાંચીમાં થઈ રહ્યો છે. ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર મેદાન પર એક્શનમાં જોવા મળશે.
નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા
આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે, કારણ કે નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજા (neck injury) ને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં ટીમનું સુકાન અનુભવી વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ સંભાળશે. આ ઉપરાંત, ટીમમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને રુતુરાજ ગાયકવાડની પણ વાપસી થઈ છે. ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ, ટીમ ઈન્ડિયાની નજર હવે માત્ર પ્રથમ મેચ જીતવા પર નહીં, પરંતુ સમગ્ર ODI શ્રેણી કબજે કરવા પર રહેશે.
IND vs SA 1st ODI Live Streaming: મેચની વિગતો અને લાઈવ સ્ટ્રીમિંગ: ક્યારે અને ક્યાં જોવી મેચ?
ક્રિકેટ ચાહકો આ રોમાંચક મુકાબલો ક્યાં અને કેવી રીતે જોઈ શકશે, તેની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
- મેચ: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (1st ODI)
- તારીખ: 30 નવેમ્બર, રવિવાર
- સમય: બપોરે 1:30 વાગ્યે (IST)
- સ્થળ: JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, રાંચી
ટીવી અને મોબાઈલ પર લાઈવ સ્ટ્રીમિંગ
- ટીવી ચેનલ: ભારતમાં આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.
- ઓનલાઇન સ્ટ્રીમિંગ: મોબાઈલ અથવા ડિજિટલ પ્લેટફોર્મ પર મેચ જોવા માંગતા દર્શકો જિયો હોટસ્ટાર (JioHotstar) એપ અને વેબસાઇટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
- મફતમાં કેવી રીતે જોવી?: જે દર્શકો પાસે DD Free Dish છે, તેઓ DD Sports ચેનલ પર કોઈપણ વધારાના ચાર્જ વિના આ મેચનો લાઈવ આનંદ માણી શકશે.
IND vs SA 1st ODI: ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો
ભારતીય ટીમ: કેએલ રાહુલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ.
દક્ષિણ આફ્રિકાની ટીમઃ ટેમ્બા બાવુમા (કેપ્ટન), ઓટ્ટનીલ બાર્ટમેન, કોર્બિન બોશ, મેથ્યુ બ્રેટ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ, નાન્દ્રે બર્ગર, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જ્યોર્જી, રુબિન હર્મન, કેશવ મહારાજ, માર્કો જેન્સેન, એઇડન માર્કરામ, લુંગી એનગીડી, રેયાન રિકલ્ટન, પ્રેનેલન સુબરેન.
