India vs South Africa (IND vs SA) 1st T20I Live Cricket Score: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી પાંચ મેચની ટી20 શ્રેણી શરૂ થઈ છે. પહેલી મેચ કટકના બારાબતી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. હાર્દિક પંડ્યાની ધમાકેદાર ઇનિંગ્સ અને બોલરોના સંયુક્ત પ્રયાસની મદદથી ભારતે પ્રથમ ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું છે. આ સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં વિજયી શરૂઆત કરી અને 1-0થી લીડ મેળવી. ભારતે દક્ષિણ આફ્રિકાને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 12.3 ઓવરમાં ફક્ત 74 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
લગભગ અઢી મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરતા પંડ્યાએ અંતિમ ઓવરોમાં ધમાકેદાર ઇનિંગ્સ રમી, 28 બોલમાં 59 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગ્સમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. દરેક ભારતીય બોલરે વિકેટ લીધી. અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી. પંડ્યા અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી.
આ દક્ષિણ આફ્રિકાનો T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછો સ્કોર છે અને તેમને કટકમાં ન ભૂલી શકાય તેવી હારનો સામનો કરવો પડ્યો છે.
બુમરાહે આ મેચમાં તેની 100મી T20I વિકેટ પૂર્ણ કરી. તે ત્રણેય ફોર્મેટમાં 100 કે તેથી વધુ વિકેટ લેનારા બોલરોની લિસ્ટમાં જોડાઈ ગયો. આ યાદીમાં શાકિબ અલ હસન, ટિમ સાઉથી, શાહીન શાહ આફ્રિદી અને લસિથ મલિંગાનો સમાવેશ થાય છે.
સાઉથ આફ્રિકાની વિકેટ
- દક્ષિણ આફ્રિકાનો બેટિંગ શરૂ થઈ ગઈ છે અને બીજા બોલ પર ટીમને ઝાટકો લાગ્યો છે. ક્વિન્ટન ડી કોક સ્લિપમાં અભિષેક શર્માના હાથે કેચ આઉટ થયો.
- ભારતને બીજી સફળતા મળી. અર્શદીપ સિંહે ટ્રિસ્ટન સ્ટબ્સને પણ આઉટ કર્યો. તેણે ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર સ્ટબ્સને વિકેટકીપર જીતેશ શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો. ટ્રિસ્ટન સ્ટબ્સે - 9 બોલમાં 14 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા પણ ફટકાર્યા.
- છઠ્ઠી ઓવરના પહેલા જ બોલ પર અક્ષર પટેલના બોલ પર બોલ્ડ થયેલા એડન માર્કરામ પેવેલિયનમાં પાછો ફર્યો.
- દક્ષિણ આફ્રિકાએ પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી, ડેવિડ મિલરને સાતમી ઓવરના પહેલા બોલ પર હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો.
- વરુણ ચક્રવર્તીએ આઠમી ઓવરના બીજા બોલે ફરેરાને જીતેશ શર્માના હાથે કેચ આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને પાંચમો ઝાટકો આપ્યો. વરુણે વિકેટ-મેડન ઓવર ફેંકી. આઠ ઓવર પછી, દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટે 50 રન બનાવ્યા.
- વરુણે ભારતને બીજી મોટી સફળતા અપાવી, તેણે 10મી ઓવરના પાંચમા બોલ પર માર્કો જેનસેનને આઉટ કર્યો.
- જસપ્રીત બુમરાહે 11મી ઓવરના બીજા બોલે ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કરીને પોતાની 100મી T20I વિકેટ પૂરી કરી. દક્ષિણ આફ્રિકાએ પણ પોતાની સાતમી વિકેટ ગુમાવી.
- 11મી ઓવરના પાંચમા બોલે બુમરાહના હાથે કેશવ મહારાજ પણ આઉટ થયો. આ સાથે દક્ષિણ આફ્રિકાએ પોતાની આઠમી વિકેટ ગુમાવી દીધી.
- અક્ષર પટેલે 12મી ઓવરના બીજા બોલે એનરિચ નોર્ટજેને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાની નવમી વિકેટ લીધી. આ સાથે ભારત જીતથી માત્ર એક વિકેટ દૂર છે.
- 13મી ઓવરના ત્રીજા બોલ પર શિવમ દુબેએ સિપામલાને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને 74 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ દક્ષિણ આફ્રિકાનો ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછો સ્કોર છે.
ભારતની વિકેટ
- ભારતને પહેલી ઓવરના ત્રીજા બોલ પર પહેલો ફટકો પડ્યો. શુભમન ગિલને એનગિડીએ આઉટ કર્યો. બીજા બોલ પર બાઉન્ડ્રી ફટકાર્યા બાદ, ગિલે આગામી બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ મિડ-ઓન પર માર્કો જાનસેન દ્વારા કેચ આઉટ થયો.
- ભારતને બીજો ઝાટકો લુંગી એનગિડીએ આપ્યો. તેણે ત્રીજી ઓવરના ચોથા બોલ પર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો. સૂર્યા ગિલની જેમ જ આઉટ થયો. મિડ-ઓન અને મિડ-ઓફ વચ્ચે માર્કરામે કેચ પકડ્યો.
- ભારતને ત્રીજો ઝાટકો લાગ્યો છે. સિપમાલાએ સાતમી ઓવરના ત્રીજા બોલ પર ડીપ ફાઇન લેગ પર માર્કો જાનસેનના હાથે અભિષેકને કેચ આઉટ કરાવ્યો. અભિષેકે 12 બોલમાં 17 બનાવ્યા જેમાં તેણે બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
- ભારતની ચોથી વિકેટ પડી ગઈ છે. તિલક વર્મા આઉટ થયો છે. તિલક વર્માને પણ લુંગી એનગિડીએ આઉટ કર્યો હતો. તે 12મી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. યાનસેને ડીપ ફાઇન લેગ પર તિલક વર્માનો કેચ પકડ્યો હતો. તિલક વર્માએ 32 બોલમાં 26 રન બનાવ્યા. તેને પોતાની ઈનિંગમાં 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
- ભારતની પાંચમી વિકેટ પડી ગઈ છે. સિપામલાએ 14મી ઓવરના છેલ્લા બોલ પર અક્ષર પટેલને ફેરેરા દ્વારા પોઈન્ટ પર કેચ કરાવ્યો હતો. અક્ષરે પહેલાના બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી પરંતુ બીજા બોલ પર આઉટ થયો હતો. અક્ષર પટેલે 21 બોલમાં 23 રન બનાવ્યા.
- શિવમ દુબે આઉટ થયો. ડોનોવન ફેરેરાએ તેને 18મી ઓવરના પહેલા બોલે બોલ્ડ કર્યો. આ સાથે ભારતે પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી.
ભારતની પ્લેઈંગ 11: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ 11: એડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રુઇસ, ડેવિડ મિલર, ડોનોવન ફેરેરા, માર્કો જેન્સન, કેશવ મહારાજ, લુથો સિપામલા, એનરિચ નોર્ટજે, લુંગી એનગિડી.
દક્ષિણ આફ્રિકાનો કઠિન પડકાર
ભારત માટે આ મેચ અને શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને ઓછું આંકવું મુશ્કેલ બની શકે છે. આ ટીમ તેના દિગ્ગજ T20 બેટ્સમેનોની સાથે મજબૂત બોલિંગ આક્રમણ પણ ધરાવે છે.
બધાની નજર અભિષેક શર્મા પર રહેશે
આ શ્રેણી સાથે, ચાહકો ફરી એકવાર અભિષેક શર્મા પર કેન્દ્રિત થશે. અભિષેકે તેની વિસ્ફોટક બેટિંગથી વિશ્વભરના બોલરોમાં એક ખોફ ઊભો કર્યો છે. દક્ષિણ આફ્રિકા આ વાતથી સારી રીતે વાકેફ છે અને તેથી તેમની સામે સંપૂર્ણ રીતે તૈયાર રહેશે.
હાર્દિક અને ગિલનું પુનરાગમન
આ શ્રેણી સાથે હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહ્યા છે. પંડ્યાને એશિયા કપ 2025ની ફાઇનલ પહેલા ઈજા થઈ હતી, જ્યારે ગિલ કોલકાતા ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. બંને ફિટ છે અને વાપસી માટે તૈયાર છે.
આજે પ્રથમ T20 મેચ
ODI શ્રેણી પછી, ભારત અને દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. પ્રથમ T20 મેચ કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં T20 ક્રિકેટમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને આ શ્રેણીમાં પણ તે પ્રદર્શન ચાલુ રાખવાની અપેક્ષા છે.
