IND vs SA: આજે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા અને ટીમ ઈન્ડિયા વચ્ચેની પહેલી T20 મેચ રમાઈ. એડન માર્કરામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત ખરાબ રહી. જેના કારણે તિલક વર્મા પાવરપ્લેમાં બેટિંગ કરવા ઉતર્યા. પોતાની ઇનિંગ દરમિયાન, તેણે એક સિક્સર ફટકારી જેનાથી બોલ મેદાનની બહાર પહોંચી ગયો હતો.
તિલક વર્માએ જોરદાર સિક્સર
10મી ઓવરના ત્રીજા બોલ પર તિલક વર્માએ એનરિચ નોર્ટજેની બોલ પર લાંબી સિક્સર ફટકારી, જેનાથી બોલ મેદાનની બહાર જ ફેંકાઈ ગયો. તિલકના જોરદાર સિક્સરથી નોર્ટજે દંગ રહી ગયો. આ સિક્સરનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ શોટ ઉપરાંત, તિલક વર્માએ ખૂબ જ ખરાબ બેટિંગ કરી હતી. તિલક વર્માએ 32 બોલમાં માત્ર 26 રન બનાવવા હતા. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. ઇનિંગ્સમાં આ ધીમી ગતિએ ટીમ ઈન્ડિયાને 20 ઓવરમાં 175 રને જ અટકી ગયું હતું. તિલક ઉપરાંત, અક્ષર પટેલે પણ ખૂબ જ ધીમી બેટિંગ કરી અને અંતે ફક્ત પંડ્યાએ જ સારી બેટિંગ કરી હતી.
Sound 🔛 for this one! 🔊🔊
— Star Sports (@StarSportsIndia) December 9, 2025
A terrifying hit from #TilakVarma and the ball sails over the roof of the stadium. 🏟#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/Xf96CwC3AB
હાર્દિક પંડ્યાએ કમાલ કરી
છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવતા, હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. પંડ્યાની ઇનિંગને કારણે ટીમ ઇન્ડિયા દબાણ લાવી શકી.ભારતીય બોલરોએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું, જેના કારણે પહેલી ટી-20 ટીમ ઈન્ડિયા જીતી ગયું છે અને શ્રેણી 1-0થી લીડ કરી છે.
ભારતે દક્ષિણ આફ્રિકાને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 12.3 ઓવરમાં ફક્ત 74 રનમાં ઓલઆઉટ થઈ ગયું. દરેક ભારતીય બોલરે વિકેટ લીધી. અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી. પંડ્યા અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી.
આ દક્ષિણ આફ્રિકાનો T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછો સ્કોર છે અને તેમને કટકમાં ન ભૂલી શકાય તેવી હારનો સામનો કરવો પડ્યો છે.
