UpdatedIST

IND vs USA T20 World Cup: ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં જીત સાથે કરી શુભ શરૂઆત; USAને 29 રનથીઆપ્યો પરાજય આપ્યો

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત થઈ રહી છે.ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે ત્રણ મેચ રમાશે. પ્રથમ મેચ પાકિસ્તાન-નેધરલેન્ડ,બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ-સ્કૉટલેન્ટ અને ત્રીજી મેચ ભારત-અમેરિકા વચ્ચે રમશે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 08 Feb 2026 11:37 AM (IST)Updated: Sun 08 Feb 2026 11:37 AM (IST)
ind-vs-usa-t20-world-cup-2026-live-score-india-vs-united-states-of-america-match-today-in-wankhede-stadium-mumbai-687761

IND vs USA, T20 World Cup 2026 Score: ભારત અને USA વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની મેચ રમાઈ રહી હતી. આ મેચમાં USAના કેપ્ટન મોનાંક પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે સંજૂ સેમસનના સ્થાને ઈશાન કિશનને પ્લેઈંગ 11માં સામેલ કર્યો હતો. ભારતે 162 રનનો જે લક્ષ્યાંક આપ્યો હતો તેના જવાબમાં USA ટીમે 132 રન બનાવી શકી હતી. આમ ભારતીય ટીમની 29 રનથી જીત થઈ હતી.

આજના દિવસમાં કુલ 3 મેચ
ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે ત્રણ મેચ રમાશે. પ્રથમ મેચ પાકિસ્તાન-નેધરલેન્ડ (Pakistan vs Netherlands), બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ-સ્કૉટલેન્ટ(West Indies vs Scotland) અને ત્રીજી મેચ ભારત-અમેરિકા(India vs United States) વચ્ચે હતી.

USA સામેની મેચ અગાઉ ભારતને બે મોટા ઝાટકા લાગ્યા છે, જેમાં હર્ષિત રાણા તો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે જ્યારે જસપ્રીત બુમરાહ બીમાર છે અને તે આ મેચમાં ઉપલબ્ધ નથી. તેના સ્થાને ઝડપી બોલર મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.

USA ટોસ જીતી ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું-USA wins the toss and invites Team India to bat
ભારત અને અમેરિકા વચ્ચેની મેચમાં USA એ ટોસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે મેદાનમાં ઉતરવા આમંત્રણ આપ્યુ છે.

ટીમ ઈન્ડિયાએ 161 રન બનાવ્યા-
T20 વર્લ્ડ કપ 2026ની ત્રીજી મેચ ભારત અને USA વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા અને USAને જીત માટે 162 રનનો લક્ષ્યાંક આપ્યો છે. USAના બોલરોએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ, ભારતની અડધી ટીમ 72 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી હતી. સૂર્યાએ 49 બોલમાં 84 રનની અણનમ ઇનિંગ રમ્યો હતો.

અક્ષર પટેલ આઉટ-Akshar Patel out
ભારતને T20 વર્લ્ડ કપ 2026માં USA સામે સાતમી વિકેટ ગુમાવી હતી, જેમાં અક્ષર પટેલ 11 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો.

હાર્દિક પંડ્યા આઉટ-Hardik Pandya Out
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અમેરિકા સામે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે અને હાર્દિક પંડ્યા 6 બોલમાં 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

રિન્કુ સિંહ આઉટ-Rinku Singh out
T20 World Cup 2026માં અમેરિકા સામે ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ છે. રિંકુ સિંહ 14 બોલમાં 6 રન બનાવીને મોહમ્મદ મોહસીનના બોલ પર આઉટ થયો હતો. આ સાથે ભારતે 72 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

શિવમ દુબે આઉટ-Shivam Dube out
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં USA સામે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો. પાવરપ્લેમાં ભારતે 46 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી છે. શિવમ દુબે પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો અને પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે બીજા છેડે બેટિંગ કરવા આવ્યો.

તિલક વર્મા આઉટ -Shivam Dube out
અમેરિકા સામેની મેચમાં ભારતની વિકેટો ગુમાવી છે.આ મેચમાં ભારતને ત્રીજો ઝાટકો લાગ્યો છે જેમાં તિલક વર્મા 16 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો.

ઈશાન કિશન આઉટ છે -Ishan Kishan Out
ઈશાન કિશનનું બેટ યુએસએ સામે સારું પ્રદર્શન કરી શક્યું ન હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કિશનનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, તેણે 16 બોલમાં 20 રન બનાવ્યા હતા.

અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વગર આઉટ- Abhishek Sharma Out!
અભિષેક શર્મા(Abhishek Sharma)ની T20 વર્લ્ડ કપ 2026 માં શરૂઆત સારી રહી નથી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)ખાતે ભારત-યુએસ (India-USA)એ મેચમાં તે શૂન્ય રન પર આઉટ થયો હતો. અલી ખાને તેને પહેલા જ બોલમાં આઉટ કર્યો હતો.