India vs Afghanistan World Cup 2023 Highlights: ભારતે અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપ 2023ની નવમી મેચમાં દિલ્હી ખાતે 273 રનનો પીછો કરતાં 35 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો છે. રોહિત શર્માએ કપ્તાની ઇનિંગ્સ રમતાં પોતાના વનડે કરિયરની 31મી સદી ફટકારી હતી. તેણે 131 રન બનાવીને જીતમાં સિંહફાળો આપ્યો હતો.
તેના સિવાય વિરાટ કોહલીએ 55* રનનું અને ઈશાન કિશને 47 રનનું યોગદાન આપ્યું હતું. ભારતની બંને વિકેટ લેગ-સ્પિનર રાશિદ ખાને લીધી હતી. ભારત અને અફઘાનિસ્તાનની મેચનું લાઈવ સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો…
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યા બાદ આજે અફઘાનિસ્તાનને પણ હરાવીને ભારતે સતત બીજી મેચ લીધી છે. ટીમ ઇન્ડિયા પોતાના આગામી વર્લ્ડ કપ મુકાબલામાં 14 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન વિરુદ્ધ ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવવાની છે.
