CSK vs DC Match Preview: હારની હેટ્રિક બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ જીત માટે આતુર, આજે દિલ્હી કેપિટલ્સ સામે જંગ

CSK vs DC Match Preview: IPL ની ચાલુ સીઝનમાં સતત ત્રણ હારનો સામનો કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ આજે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 11 Apr 2026 12:14 PM (IST)Updated: Sat 11 Apr 2026 12:14 PM (IST)
ipl-2026-csk-vs-dc-18th-match-preview-and-analysis-chennai-super-kings-vs-delhi-capitals-ruturaj-gaikwad-ms-dhoni-axar-patel-726053

CSK vs DC Match Preview: IPL ની ચાલુ સીઝનમાં સતત ત્રણ હારનો સામનો કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ આજે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. ચેન્નાઈ માટે આ મુકાબલો અત્યંત મહત્વનો છે, કારણ કે ટીમ હજુ સુધી પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ પણ પોતાની પાછલી હારને ભૂલીને ફરી લય મેળવવાના પ્રયાસ કરશે.

CSK vs DC Match Preview: CSK માટે બેટિંગમાં સુધારાનો પડકાર

ચેન્નાઈની ટીમ માટે રુતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન જેવા અનુભવી બેટ્સમેનો પર રન બનાવવાનું ભારે દબાણ છે. શરૂઆતની 3 મેચોમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. જોકે, CSK માટે રાહતના સમાચાર એ છે કે દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ ઈજામાંથી સાજા થઈને દિલ્હી સામેની મેચમાં વાપસી કરી શકે છે. બ્રેવિસની હાજરીથી ટીમના મધ્યમ ક્રમને મજબૂતી મળવાની અપેક્ષા છે.

પરંતુ, ફેન્સ માટે ચિંતાનો વિષય એ છે કે મહેન્દ્ર સિંહ ધોનીની વાપસી અંગે હજુ કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. ધોની પગની ઈજાને કારણે આ સીઝનમાં હજુ સુધી એક પણ મેચ રમી શક્યા નથી.

CSK vs DC Match Preview: અક્ષર પટેલની સેના સજ્જ

અક્ષર પટેલના નેતૃત્વ હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 1 રનથી મળેલી હાર બાદ મેદાનમાં ઉતરશે. દિલ્હી માટે પોઝિટિવ પાસું એ છે કે કેએલ રાહુલ ફોર્મમાં પરત ફર્યો છે. જોકે, નીતિશ રાણાનું નબળું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. દિલ્હીની ટીમ ઓલરાઉન્ડ પ્રદર્શન દ્વારા CSK ની મુશ્કેલીઓ વધારવા માટે મક્કમ છે.

Chennai Super Kings IPL 2026 Squad । CSK 2026 ની સંપૂર્ણ ટીમ

રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમએસ ધોની, સંજુ સેમસન, શિવમ દુબે, ડેવોલ્ડ બ્રેવિસ, આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, જેમી ઓવરટોન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ, નાથન એલિસ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, રાહુલ ચહર, મેટ હેનરી, અકીલ હોસીન, મેથ્યુ શોર્ટ, જેક ફોક્સ, સરફરાઝ ખાન અને અમન ખાન.

Delhi Capitals IPL 2026 Squad । DC 2026 ની સંપૂર્ણ ટીમ

અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, કરુણ નાયર, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, અજય મંડલ, દુષ્મંથા ચમીરા, ડેવિડ મિલર, બેન ડકેટ, આકિબ દાર, પથુમ નિસાન્કા, લુંગી ન્ગીડી, સાહિલ પારેખ, પૃથ્વી શો અને કાયલ જેમીસન.