IPL 2026માં સતત કંગાળ પ્રદર્શન કરી રહેલ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને મોટો ફટકો પડ્યો છે. પૉઈન્ટ ટેબલમાં 9માં ક્રમે રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના આધારભૂત ઑપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઈજાના પગલે આગામી બે મેચમાંથી બહાર થઈ ગશકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ, IPL 2026ની રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) સામેની મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં હેમસ્ટ્રિંગમાં ઈજાના પગલે અડધી મેચમાં મેદાનમાંથી બહાર નીકળી ગયો હતો. જેના પગલે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ઉતરેલી MIની ટીમે 18 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમ આગામી 16 એપ્રિલે પંજાબ કિંગ્સ અને 20 એપ્રિલના રોજ ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. છેલ્લી મેચમાં હેમસ્ટ્રીંગની ઈજાની ગંભીરતા વિશે MI મેનેજમેન્ટ સત્તાવાર જાહેરાત કરી શકે છે. અત્યારે તો એટલી જ જાણકારી મળી છે કે, MIનો સ્ટાર ખેલાડી આગામી મેચમાં નહીં રમે.
રોહિતને RCB સામેની મેચમાં બીજી ઈનિંગ્સ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને રન ચેઝમાં છઠ્ઠી ઑવરમાં તેણે ઈનિંગ્સ પુરી કરી દીધી હતી. જેના કારણે MIને મેચ હારવી પડી હતી. જે આ સિઝનમાં MIની ચાર મેચમાં ત્રીજી હાર હતી. રોહિતે ચાર મેચમાં 45.67ની સરેરાશ અને 165.06ની સ્ટ્રાઈક રેટથી 137 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિતે એક અડધી સદી પણ ફટકારી હતી.
IPL 2026ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે એકદમ ખરાબ રહી છે. હવે MI ગુરુવારે પંજાબ કિંગ્સ સામે રોહિતની સંભાવિત ગેરહાજરીમાં જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.
