IPL 2026 Orange Cap: યશસ્વી જયસ્વાલનો દબદબો, રન મશીન બની ટોચના સ્થાને; વૈભવ સૂર્યવંશીએ ટોપ 5 માં મારી એન્ટ્રી

IPL 2026 Orange Cap: આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચ બાદ ઓરેન્જ કેપની રેસમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 08 Apr 2026 10:02 AM (IST)Updated: Wed 08 Apr 2026 10:03 AM (IST)
ipl-2026-orange-cap-top-contenders-updated-8-april-2026-yashasvi-jaiswal-vaibhav-sooryavanshi-sameer-rizvi-723810

IPL 2026 Orange Cap Top Contenders Updated 8 April 2026: આઈપીએલ 2026માં બેટ્સમેનો વચ્ચે રન બનાવવાની જંગ તેજ બની છે. મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચ બાદ ઓરેન્જ કેપની રેસમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. રાજસ્થાનના આક્રમક ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર ઇનિંગ રમીને સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.

RR vs MI: જયસ્વાલની વિસ્ફોટક ઇનિંગ

મુંબઈ સામેની મેચમાં યશસ્વી જયસ્વાલે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે માત્ર 32 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 77 રન ફટકારીને રાજસ્થાનને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. આ અડધી સદી સાથે જયસ્વાલ હવે 3 મેચમાં કુલ 170 રન સાથે ઓરેન્જ કેપ ધારક બની ગયો છે.

IPL 2026 Orange Cap: સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 બેટ્સમેન

RR vs MI: સૂર્યવંશીની ટોપ 5 માં એન્ટ્રી

રાજસ્થાનના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પણ પોતાની પ્રતિભાનો પરિચય આપતા ટોપ 5 માં સ્થાન મેળવ્યું છે. તેણે મુંબઈ સામે માત્ર 14 બોલમાં 39 રન ફટકાર્યા હતા અને હવે તે 122 રન સાથે ચોથા ક્રમે છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જેના કારણે તે હવે 118 રન સાથે પાંચમા સ્થાને સરકી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સના સમીર રિઝવી પાસે આજે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ફરીથી નંબર વન બનવાની તક રહેશે.

ખેલાડીમેચઇનિંગ્સરનસરેરાશસ્ટ્રાઈક રેટચોગ્ગાછગ્ગા
યશસ્વી જયસવાલ33170170.00163.46198
સમીર રિઝવી22160160.00163.271211
હેનરિકક્લાસેન3314548.33147.96114
વૈભવ સુર્યવંશી3312240.67248.981011
રોહિત શર્મા3311839.33168.57117
દેવદત્ત પડિકલ2211155.50201.82126
અંગક્રિશ રઘુવંશી3311055.00169.23124
કૂપર કોનોલી32108108.00163.64115
સરફરાઝ ખાન339933.00202.04164
રાયન રિકલ્ટન339832.67168.9769