IPL 2026 Orange Cap Top Contenders Updated 9 April 2026: IPL 2026 ની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની રોમાંચક જીત બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ઓરેન્જ કેપના રેન્કિંગમાં મોટો ફાયદો મેળવ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 210/4 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હીની ટીમ 209/8 રન સુધી જ પહોંચી શકી હતી. આ જીત સાથે ગુજરાતે વર્તમાન સીઝનમાં પોતાની જીતનું ખાતું પણ ખોલ્યું છે.
IPL 2026 Orange Cap: શુભમન ગિલ અને જોસ બટલરની આગેકૂચ
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે દિલ્હી સામે આક્રમક બેટિંગ કરતા 45 બોલમાં 70 રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં તેમણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર પ્રદર્શનના જોરે ગિલ હવે 3 મેચમાં 109 રન સાથે ઓરેન્જ કેપની યાદીમાં 9મા સ્થાને પહોંચી ગયો છે. ટીમનો અન્ય સ્ટાર બેટર જોસ બટલર પણ આ યાદીમાં ઉપર આવ્યો છે. બટલરે દિલ્હી સામે 27 બોલમાં 52 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેના કારણે તે હવે 3 મેચમાં 116 રન સાથે છઠ્ઠા ક્રમે છે.
IPL 2026 Orange Cap: કેએલ રાહુલ ટોપ 10 માં સ્થાન મેળવવામાં નિષ્ફળ
દિલ્હી કેપિટલ્સના ઓપનર કેએલ રાહુલે ગુજરાત સામે 52 બોલમાં 92 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવવામાં કે ટોપ 10 માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો નથી. અગાઉની બે મેચમાં ખરાબ ફોર્મને કારણે રાહુલ હાલમાં 3 મેચમાં 93 રન સાથે 18મા સ્થાને છે.
IPL 2026 Orange Cap: યશસ્વી જયસ્વાલ પાસે છે ઓરેન્જ કેપ
વર્તમાન આંકડા મુજબ, રાજસ્થાન રોયલ્સનો ઓપનર યશસ્વી જયસ્વાલ 3 મેચમાં 170 રન સાથે પ્રથમ સ્થાને છે અને ઓરેન્જ કેપ તેની પાસે સુરક્ષિત છે. દિલ્હીનો યુવા બેટર સમીર રિઝવી 3 મેચમાં 160 રન સાથે બીજા સ્થાને યથાવત છે. નોંધનીય છે કે રિઝવી ગુજરાત સામેની મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો.
IPL 2026 Orange Cap: સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 બેટ્સમેન
| ખેલાડી | મેચ | ઇનિંગ્સ | રન | સરેરાશ | સ્ટ્રાઈક રેટ | ચોગ્ગા | છગ્ગા |
|---|---|---|---|---|---|---|---|
| યશસ્વી જયસવાલ | 3 | 3 | 170 | 170.00 | 163.46 | 19 | 8 |
| સમીર રિઝવી | 3 | 3 | 160 | 80.00 | 161.62 | 12 | 11 |
| હેનરિક ક્લાસેન | 3 | 3 | 145 | 48.33 | 147.96 | 11 | 4 |
| વૈભવ સુર્યવંશી | 3 | 3 | 122 | 40.67 | 248.98 | 10 | 11 |
| રોહિત શર્મા | 3 | 3 | 118 | 39.33 | 168.57 | 11 | 7 |
| જોશ બટલર | 3 | 3 | 116 | 38.67 | 156.76 | 11 | 7 |
| દેવદત્ત પડિકલ | 2 | 2 | 111 | 55.50 | 201.82 | 12 | 6 |
| અંગક્રિશ રઘુવંશી | 3 | 3 | 110 | 55.00 | 169.23 | 12 | 4 |
| શુભમન ગિલ | 2 | 2 | 109 | 54.50 | 151.39 | 10 | 5 |
| કૂપર કોનોલી | 3 | 2 | 108 | 108.00 | 163.64 | 11 | 5 |
