IPL 2026 Purple Cap Top Contenders Updated 9 April 2026: IPL 2026 ની 14મી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ સામે મેળવેલી 1 રનની રોમાંચક જીત બાદ પર્પલ કેપની રેસ વધુ તેજ બની છે. આ મેચમાં ગુજરાતના બોલરોએ શાનદાર દેખાવ કરતા સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં મહત્વના ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર રાશિદ ખાન અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા હવે પર્પલ કેપની દોડમાં ટોચના ત્રણ સ્થાનોમાં સામેલ થઈ ગયા છે.
DC vs GT, IPL 2026: રાશિદ ખાનનું શાનદાર પ્રદર્શન
દિલ્હી કેપિટલ્સ સામેની જીતમાં પાયાની ભૂમિકા ભજવનાર રાશિદ ખાનને તેના મેજિકલ સ્પેલ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. રાશિદે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન સાથે રાશિદ ખાન હવે પર્પલ કેપ સ્ટેન્ડિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
DC vs GT, IPL 2026: પ્રસિદ્ધ કૃષ્ણા બીજા ક્રમે
ગુજરાતનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ભલે દિલ્હી સામે મોંઘો સાબિત થયો હોય, પરંતુ તેણે 2 મહત્વની વિકેટો ઝડપી હતી. તેણે પોતાના સ્પેલમાં 52 રન આપ્યા હતા, પરંતુ આ 2 વિકેટોની મદદથી તે હવે કુલ 3 મેચમાં 6 વિકેટ સાથે આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
IPL 2026 Purple Cap: રવિ બિશ્નોઈ પાસે પર્પલ કેપ સુરક્ષિત
વર્તમાન સિઝનમાં રાજસ્થાન રોયલ્સના સ્પિનર રવિ બિશ્નોઈનું પ્રભુત્વ યથાવત છે. બિશ્નોઈ 3 મેચમાં 7 વિકેટ સાથે પર્પલ કેપ ધારક તરીકે પ્રથમ સ્થાને છે. દિલ્હી કેપિટલ્સનો લુંગી ન્ગીડી ગુજરાત સામે 1 વિકેટ ઝડપીને હવે ચોથા સ્થાને છે, જ્યારે રાજસ્થાનનો નાંદ્રે બર્ગર પાંચમા ક્રમે છે.
IPL 2026 Purple Cap: સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ-10 બોલર્સ
| ખેલાડી | મેચ | વિકેટ | સરેરાશ |
|---|---|---|---|
| રવિ બિશ્નોઈ | 3 | 7 | 11.71 |
| પ્રસિદ્ધ કૃષ્ણા | 3 | 6 | 20.67 |
| રાશિદ ખાન | 3 | 5 | 17.00 |
| લુંગી એનગિડી | 3 | 5 | 17.00 |
| નાન્દ્રે બર્ગર | 3 | 5 | 15.20 |
| વિજયકુમાર વૈશાખ | 3 | 5 | 14.40 |
| જેકબ ડફી | 2 | 5 | 16.00 |
| અંશુલ કમ્બોજ | 3 | 5 | 24.40 |
| પ્રિન્સ યાદવ | 2 | 4 | 13.50 |
| હર્ષ દુબે | 3 | 4 | 17.50 |
