VIDEO: યશસ્વી જયસ્વાલ ક્લીન બોલ્ડ? IPL 2026 વચ્ચે રુમર્ડ ગર્લફ્રેન્ડ સાથે એરપોર્ટ પર સ્પોટ થયો વિસ્ફોટક ઓપનર

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં યશસ્વી જયસ્વાલ તેની કથિત ગર્લફ્રેન્ડ મેડી હેમિલ્ટન સાથે જોવા મળી રહ્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 15 Apr 2026 10:27 AM (IST)Updated: Wed 15 Apr 2026 10:27 AM (IST)
ipl-2026-yashasvi-jaiswal-spotted-with-rumored-girlfriend-maddie-hamilton-at-hyderabad-airport-watch-728242

Yashasvi Jaiswal GF Maddie Hamilton: IPL 2026ની 19મી સીઝનમાં અત્યારે જો કોઈ બેટ્સમેન બોલરો માટે ઘાતક સાબિત થઈ રહ્યો હોય, તો તે છે રાજસ્થાન રોયલ્સનો વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલ. પોતાની આક્રમક બેટિંગથી ઓરેન્જ કેપની રેસમાં પાંચમા સ્થાને રહેલો જયસ્વાલ અત્યારે માત્ર રમત માટે જ નહીં, પરંતુ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ સોશિયલ મીડિયા પર છવાયેલો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ યશસ્વી તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ મેડી હેમિલ્ટન સાથે એરપોર્ટ પર જોવા મળતા ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

એરપોર્ટ પર સ્પોટ થયો જયસ્વાલ તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ સાથે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા એક વીડિયોમાં યશસ્વી જયસ્વાલ બ્રિટિશ મૂળની મેડી હેમિલ્ટન સાથે જોવા મળી રહ્યો છે. આ ક્લિપમાં જોઈ શકાય છે કે જયસ્વાલ એરપોર્ટ પર ચાલી રહ્યો છે અને આ દરમિયાન તે એક ફેનને ટી-શર્ટ પર ઓટોગ્રાફ આપવા માટે રોકાઇ છે. મેડી તેની બરાબર પાછળ જોવા મળી રહી છે. જોકે, આ વીડિયો કયા એરપોર્ટનો છે અને તે આ સીઝનનો છે કે જૂનો, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ફેન્સ તેને જયસ્વાલના પ્રેમ પ્રકરણ સાથે જોડી રહ્યા છે.

કોણ છે આ મેડી હેમિલ્ટન?

મળતી માહિતી પ્રમાણે, મેડી હેમિલ્ટન યુનાઈટેડ કિંગડમ (UK) ની વતની છે અને તે એક વિદ્યાર્થી છે. મેડી અને યશસ્વીના સંબંધોની ચર્ચા આ પહેલીવાર નથી થઈ રહી. 2024માં જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસે આવી હતી, ત્યારે હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન મેડી ટીમ ઈન્ડિયાની જર્સીમાં સ્ટેન્ડ્સમાં જોવા મળી હતી. ગયા સોમવારે એટલે કે, 13 એપ્રિલે હૈદરાબાદમાં રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં મેડી હાજર રહી હતી.

તેણે રાજસ્થાનની ગુલાબી જર્સી પહેરી હતી અને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ રોમાંચક અનુભવ શેર કર્યો હતો. યશસ્વી અને મેડીએ હજુ સુધી પોતાના સંબંધો વિશે મૌન જાળવી રાખ્યું છે, પરંતુ આઈપીએલના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે મેડીનું ભારત આવવું અને સ્ટેડિયમમાં જયસ્વાલને સપોર્ટ કરવો ઘણું બધું કહી જાય છે.

મેદાન પર જયસ્વાલનો જલવો

જો રમતની વાત કરીએ તો, યશસ્વી જયસ્વાલ અત્યારે પોતાની કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરતા તેણે અનેક મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી છે. 2026ની સીઝનમાં તે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટ્સમેનોમાં સામેલ છે. તેની આક્રમક શૈલીને કારણે જ રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે.