Jasprit Bumrah Net Worth 2025: આજે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો આજે 32મો જન્મદિવસ છે. જસપ્રીત બુમરાહ હાલમાં દુનિયાના સૌથી ખતરનાક બોલર છે. ભારતીય ધરતી હોય કે વિદેશી ધરતી પર દુનિયાભરના બેટ્સમેન તેના રમવાથી ડરે છે. ચાલો જાણીએ તેઓ કેટલી સંપત્તિ ધરાવે છે.
અહેવાલો અનુસાર જસપ્રીત બુમરાહની કુલ નેટવર્થ આશરે 70 કરોડ રૂપિયાથી વધુ છે. તેમની કમાણીનો મોટો હિસ્સો બીસીસીઆઈ (BCCI) તરફથી મળતો પગાર, આઈપીએલ (IPL) કોન્ટ્રાક્ટ, એન્ડોર્સમેન્ટ અને બ્રાન્ડ પ્રમોશનમાંથી આવે છે.
BCCI માંથી વાર્ષિક આવક
બુમરાહને બીસીસીઆઈ (BCCI) ની A+ ગ્રેડ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ કેટેગરીમાં તેમને વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર મળે છે. પગાર ઉપરાંત મેચ ફી તરીકે તેમને ટેસ્ટ, વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રતિ મેચના હિસાબે 15 લાખ રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધી ફી મળે છે.
IPL માંથી બમ્પર કમાણી
જસપ્રીત બુમરાહ વર્ષ 2013 થી આઈપીએલ (IPL) માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. તેઓ પ્રથમ સીઝનમાં 10 લાખ રૂપિયામાં મુંબઈ સાથે જોડાયા હતા. મુંબઈ ઈન્ડિયન્સે તેમને 2025 સીઝન માટે 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા. આઈપીએલમાંથી દર સીઝનમાં થતી તેમની કરોડોની કમાણી તેમની નેટવર્થમાં મોટું યોગદાન આપે છે.
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને ચાર્જ
બુમરાહ ઘણા જાણીતા બ્રાન્ડ્સ સાથે પણ જોડાયેલા છે, જેનાથી તેઓ મોટી કમાણી કરે છે. તેઓ Tata Motors, Dream11, Seagram's Royal Stag જેવી બ્રાન્ડ્સના વિજ્ઞાપનોથી સારી આવક મેળવે છે. તેઓ એક જાહેરાત માટે 50 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
વૈભવી ગાડીઓ અને મિલકતો
જસપ્રીત બુમરાહ વૈભવી ગાડીઓનો પણ શોખ ધરાવે છે. તેમના કલેક્શનમાં Mercedes Benz, Range Rover, Nissan GT-R, અને Toyota Innova Crysta જેવી ગાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બુમરાહ પાસે મુંબઈ અને અમદાવાદમાં પણ આલીશાન ઘર છે, જેની કિંમત કરોડોમાં છે. તેમની 70 કરોડ રૂપિયાથી વધુની નેટવર્થ દર્શાવે છે કે તેઓ ક્રિકેટની સાથે સાથે બ્રાન્ડ વેલ્યુના મામલામાં પણ કોઈ મોટા સ્ટારથી ઓછા નથી.
