KKR vs PBKS Weather Report, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 12મી મેચમાં આજે સોમવારે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. સિઝનની પોતાની પ્રથમ જીતની શોધમાં રહેલી કોલકાતાની ટીમ માટે આ મેચ અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઇડન ગાર્ડન્સ ખાતે રમાનારી આ મેચમાં વરસાદ વિલન બની શકે છે અને મેચ રદ્દ થવાની અથવા ઓછી ઓવરોની રમાવાની પૂરી સંભાવના છે.
KKR vs PBKS Weather Report: પ્રેક્ટિસ સેશન્સ કરવા પડ્યા રદ
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલા બુલેટિન અનુસાર, કોલકાતામાં રવિવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે રવિવારથી ગુરુવાર સુધી રાજ્યમાં વીજળી અને કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. ખાસ કરીને મંગળવાર અને બુધવારે ભારે વરસાદ પડી શકે છે.
રવિવારે પડેલા વરસાદને કારણે બંને ટીમોને તેમના પ્રેક્ટિસ સેશન્સ રદ કરવાની ફરજ પડી હતી. હાલમાં ઇડન ગાર્ડન્સનું આઉટફિલ્ડ કવર્સથી ઢંકાયેલું છે અને મેદાનના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા પણ જોવા મળ્યા છે. જો વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થાય છે, તો બંને ટીમો વચ્ચે 5-5 ઓવરની મેચ રમાડવા માટેનો અંતિમ કટ-ઓફ સમય રાત્રે 10:46 વાગ્યાનો નિર્ધારિત કરવામાં આવ્યો છે.
KKR vs PBKS Weather Report: પાછલી સિઝનમાં પણ વરસાદે બગાડી હતી રમત
નોંધનીય છે કે, પાછલી સિઝનમાં પણ KKR અને પંજાબ કિંગ્સ વચ્ચેનો મુકાબલો વરસાદનો ભોગ બન્યો હતો. તે મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી KKR નો સ્કોર જ્યારે કોઈ પણ વિકેટના નુકસાન વિના 7 રન હતો, ત્યારે વરસાદ શરૂ થયો હતો અને અંતે મેચ ધોવાઈ જતા બંને ટીમોને પોઈન્ટ્સ વહેંચવા પડ્યા હતા.
માત્ર પંજાબ સામે જ નહીં, પરંતુ ગુરુવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે ઇડન ગાર્ડન્સમાં રમાનારી KKR ની આગામી મેચ પર પણ વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે.
KKR vs PBKS: શાનદાર ફોર્મમાં પંજાબ કિંગ્સ, 'હેટ્રિક' પર નજર
જ્યાં એક તરફ કોલકાતા પોતાની પ્રથમ જીત માટે તરસી રહ્યું છે, ત્યાં બીજી તરફ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સે IPL 2026 સિઝનની શાનદાર શરૂઆત કરી છે. પંજાબે પોતાની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સને 2 વિકેટે અને બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવીને સતત 2 જીત નોંધાવી છે. હવે પંજાબની નજર કોલકાતાને તેના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવીને જીતની 'હેટ્રિક' નોંધાવવા પર રહેશે.
Kolkata Knight Riders IPL 2026 Squad । KKR 2026 ની સંપૂર્ણ ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, મનીષ પાંડે, રોવમાન પોવેલ, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ, અનુકુલ રોય, હર્ષિત રાણા, વૈભવ અરોરા, ઉમરાન મલિક, કેમેરોન ગ્રીન, મથીશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન, તેજસ્વી સિંહ, રચિન રવિન્દ્ર, ફિન એલન, ટિમ સીફર્ટ, આકાશદીપ, રાહુલ ત્રિપાઠી, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, સાર્થક રંજન અને દક્ષ કામરા.
Punjab Kings IPL 2026 Squad । PBKS 2026 ની સંપૂર્ણ ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અર્શદીપ સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, હરનૂર સિંહ પન્નુ, હરપ્રીત બ્રાર, લોકી ફર્ગ્યુસન, માર્કો જેન્સન, માર્કસ સ્ટોઈનિસ, મિચ ઓવેન, મુશીર ખાન, નેહલ વાઢેરા, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, પાયલા અવિનાશ, શશાંક સિંહ, સૂર્યાંશ હેગડે, વિષ્ણુ વિનોદ, વૈશાક વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કૂપર કોનોલી, બેન દ્વારશુઈસ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ.
