LIVE BLOG

IND vs NZ 1st Semi-Final: શમીની 7 વિકેટ અને કોહલી-અય્યરની શાનદાર સેન્ચુરીથી ટીમ ઈન્ડિયા 12 વર્ષ પછી ફાઈનલમાં, કીવીને 70 રને હરાવ્યું

IND vs NZ 1st Semi-Final: વનડે વિશ્વકપના પહેલા સેમિફાઈનલમાં યજમાન ટીમ ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવી દીધું છે.

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Wed, 15 Nov 2023 10:38 PM (IST)Updated: Wed, 11 Dec 2024 04:53 PM (IST)
live-india-vs-new-zealand-icc-world-cup-2023-first-semifinal-updates-from-wankhede-stadium-mumbai

IND vs NZ 1st Semi-Final: વનડે વિશ્વકપના પહેલા સેમિફાઈનલમાં યજમાન ટીમ ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવી દીધું છે. બંને ટીમ ચાર વર્ષ પછી વર્લ્ડકપના સેમિફાઈનલમાં સામસામે હતી. ગત વખતે 2019માં કીવી ટીમે કરોડો ભારતીયોનું સપનું તોડ્યું હતું અને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ વખતે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ગત વખતની હારનો બદલો લીધો છે. હવે ભારતીય ટીમ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમશે. ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારી બીજી સેમિફાઈનલના વિજેતા સાથે થશે.

આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યા હતા જેના જવાબમાં કીવી ટીમ ઓલઆઉટ થઈને 327 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 7 વિકેટ લીધી છે. જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી છે. મેચનું લાઈવ સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...