LIVE BLOG

Ind Vs Pak Match Highlights: 8-0! ભારતે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં આઠમી વાર રગદોળ્યું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિજયી રથ જાળવી રાખતા પાડોશી દેશને 7 વિકેટે હરાવ્યું

Ind Vs Pak Match Highlights: ભારતે વર્લ્ડ કપ 2023ની 12મી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 192 રનનો પીછો કરતાં 30.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Sat, 14 Oct 2023 08:31 PM (IST)Updated: Wed, 11 Dec 2024 05:08 PM (IST)
live-india-vs-pakistan-score-icc-world-cup-2023-ind-vs-pak-scorecard-updates-from-narendra-modi-stadium-in-ahmedabad

Ind Vs Pak Match Highlights: ભારતે વર્લ્ડ કપ 2023ની 12મી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 192 રનનો પીછો કરતાં 30.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો છે. ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્માએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત બીજી મેચમાં 50થી વધુનો સ્કોર કર્યો છે. તેણે 86 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

રોહિત સિવાય શ્રેયસ ઐયરે પણ ફોર્મમાં પરત ફરવાના સંકેત આપતા અણનમ 53 રન ફટકાર્યા હતા. જ્યારે વિરાટ કોહલી અને શુભમન ગિલ બંને 16 રને આઉટ થયા હતા. પાકિસ્તાન માટે શાહીન આફ્રિદીએ 2 અને હસન અલીએ 1 વિકેટ ઝડપી હતી.

8-0!, ભારતે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં આઠમી વાર રગદોળ્યું
આ જીત સાથે જ ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે. હવે ભારત 8-0ની લીડ ધરાવે છે. પાકિસ્તાન કાયમ ભારત સામે વનડે વર્લ્ડ કપમાં હારતું આવ્યું છે અને આ વખતે રોહિત અને ટીમે ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ભારત વર્લ્ડ કપ 2023માં પોતાની આગામી મેચ 19 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ પુણે ખાતે રમશે.