Kavya Maran Video, SRH vs RR IPL 2026: હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026 ની 21 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ ટેબલ ટોપર રાજસ્થાન રોયલ્સ (RR) ને 57 રને હરાવીને સીઝનનો શાનદાર વિજય મેળવ્યો છે. આ હાર સાથે રાજસ્થાન રોયલ્સનો સતત 4 જીતનો સિલસિલો તૂટ્યો છે, જ્યારે હૈદરાબાદે પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવીને 4 થા ક્રમે સ્થાન મેળવ્યું છે. કાવ્યા મારને મેચમાં તમામ લોકોનું ધ્યાન ખેચ્યું હતું. તેમાય વૈભવ સૂર્યવંશી શૂન્ય રને આઉટ થતા તેની ખુશીનો પાર ન હતો. તેના સેલિબ્રેશનનો વીડિયો વાઈરલ થયો હતો.
વૈભવ સૂર્યવંશીનો ગોલ્ડન ડક અને કાવ્યા મારનનું સેલિબ્રેશન:
આ મેચમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને હૈદરાબાદની માલિક કાવ્યા મારન રહ્યા હતા. રાજસ્થાન તરફથી ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા વૈભવ સૂર્યવંશી પોતાની પહેલી જ બોલ પર શૂન્ય રને 'ગોલ્ડન ડક' પર આઉટ થઈ ગયો હતો. પ્રફુલ હિંગેના બોલ પર વૈભવનો કેચ વિકેટકીપર સલિલ અરોરાએ પકડ્યો હતો. વૈભવના આઉટ થતા જ વીઆઈપી સ્ટેન્ડ્સમાં બેઠેલી કાવ્યા મારન ખુશીથી ઉછળી પડી હતી. કાવ્યા મારનનો આ આક્રમક સેલિબ્રેશન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ઈશાન કિશનની વિસ્ફોટક બેટિંગ:
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે કેપ્ટન ઈશાન કિશનની વિસ્ફોટક રમતને પ્રતાપે 20 ઓવરમાં 6 વિકેટે 216 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. ઈશાન કિશને માત્ર 44 બોલમાં 91 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેમાં તેણે મેદાનની ચારેબાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકારીને રાજસ્થાનના બોલરોને દબાણમાં લાવી દીધા હતા. તેની આ ઇનિંગને કારણે હૈદરાબાદની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી હતી.
Vaibhav out on Zero just for the happiness of Kavyu. 😭♥️
— Theon (@gaurav_im45) April 13, 2026
RR 2 down in 1st over. #DíaInternacionalDelBeso #IPL #Kavya_maran ♥️😘 https://t.co/kWpW2KCV3X pic.twitter.com/2IwmdV50og
ડેબ્યુટન્ટ પ્રફુલ હિંગેનો તરખાટ:
217 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત કોઈ ડરામણા સપના જેવી રહી હતી. હૈદરાબાદ તરફથી પોતાનો પહેલો આઈપીએલ મેચ રમી રહેલા 24 વર્ષના યુવા બોલર પ્રફુલ હિંગેએ પહેલી જ ઓવરમાં તરખાટ મચાવ્યો હતો. તેણે મેચની 1 લી ઓવરમાં જ વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ અને લુઆન-ડ્રે પ્રિટોરિયસની વિકેટ ઝડપીને રાજસ્થાનની કમર તોડી નાખી હતી. હિંગેએ તેના 4 ઓવરના સ્પેલમાં માત્ર 34 રન આપીને કુલ 4 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાનની લડત અને પોઈન્ટ ટેબલ:
રાજસ્થાન રોયલ્સ માટે ડોનોવન ફરેરાએ 44 બોલમાં 69 રન અને રવિન્દ્ર જાડેજાએ 32 બોલમાં 45 રન બનાવીને લડત આપી હતી, પરંતુ ટીમ 19 ઓવરમાં 159 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાર છતાં રાજસ્થાનની ટીમ 5 મેચમાં 4 જીત સાથે પોઈન્ટ ટેબલમાં 1 લા ક્રમે યથાવત છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ 5 મેચમાં 2 જીત સાથે 4 થા સ્થાને પહોંચી ગયું છે.
