Women's T20 WC 2026: શ્રી ચરણીએ રચ્યો ઈતિહાસ, એક જ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની

ભારતીય સ્પિનર શ્રી ચારાનીએ ગુરુવારે બાંગ્લાદેશ મહિલા ટીમ સામેની મેચ દરમિયાન સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 26 Jun 2026 10:41 AM (IST)Updated: Fri, 26 Jun 2026 10:41 AM (IST)
shree-charani-record-highest-wickets-for-indian-cricket-team-in-womens-t20-world-cup-single-season

Women's T20 WC 2026, Shree Charani Cricket Recordમહિલા T20 વર્લ્ડ કપ 2026 માં ગુરુવારે બાંગ્લાદેશ મહિલા ટીમ સામે રમાયેલી મેચમાં ભારતીય સ્પિનર શ્રી ચરણીએ શાનદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચ્યો છે. શ્રી ચરણીએ વિમેન્સ T20 વર્લ્ડ કપના કોઈ એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગઈ છે.

શ્રી ચરણીએ પૂનમ યાદવનો રેકોર્ડ તોડ્યો

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની 23મી મેચમાં શ્રી ચરણીએ 2 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે શ્રી ચરણીએ પૂનમ યાદવનોજૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પૂનમ યાદવે 2020 ના વર્લ્ડ કપમાં 10 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે શ્રી ચરણી અત્યાર સુધીમાં 12 વિકેટ ઝડપી ચૂકી છે.

આ મેચમાં શ્રી ચરણીએ ખૂબ જ કિફાયતી બોલિંગ કરતા પોતાના 4 ઓવરના સ્પેલમાં 5.20 ની ઈકોનોમીથી માત્ર 21 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે ઇનિંગ્સની 20મી ઓવરમાં જ બાંગ્લાદેશની શોર્ના અખ્તર અને નાહિદા અખ્તરને પેવેલિયન ભેગી કરી હતી.

T20 વર્લ્ડકપની એક સિઝનમાં ભારતીય મહિલા ટીમ માટે સૌથી વધુ વિકેટ

  • 12* - શ્રી ચારણી, 2026
  • 10 - પૂનમ યાદવ, 2020
  • 9 - ડાયના ડેવિડ, 2010
  • 8 - પૂનમ યાદવ, 2014
  • 8 - પૂનમ યાદવ, 2018
  • 8 - રાધા યાદવ, 2018

બાંગ્લાદેશનો T20 વર્લ્ડ કપમાં સર્વોચ્ચ સ્કોર

આ મુકાબલાની વાત કરીએ તો, બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી સલામી બેટ્સમેન જુએરિયા ફિરદૌસે સૌથી વધુ 33 રન અને કેપ્ટન નિગાર સુલતાનાએ 27 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શોભના મોસ્ટોરીએ 22 રનનું યોગદાન આપ્યું હતું.

ભારત તરફથી રાધા યાદવે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે રેણુકા ઠાકુર અને નંદની શર્માને 1-1 વિકેટ મળી હતી. નોંધનીય છે કે, T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ મહિલા ટીમનો પ્રથમ દાવમાં આ સૌથી મોટો સ્કોર (136/8) છે, જે 2026 માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે નોંધાયો છે.

વિમેન્સ T20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ

જો સમગ્ર વિમેન્સ T20 વર્લ્ડ કપના ઈતિહાસની વાત કરીએ તો, એક સિઝનમાં સૌથી વધુ 15 વિકેટ લેવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડની એમેલિયા કેર (2024) ના નામે છે. આ યાદીમાં શ્રી ચરણી 12 વિકેટ સાથે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે:

  • 15 - એમેલિયા કેર (ન્યૂઝીલેન્ડ, 2024)
  • 13 - આન્યા શ્રુબસોલે (ઈંગ્લેન્ડ, 2014)
  • 13 - મેગન શુટ (ઓસ્ટ્રેલિયા, 2020)
  • 12 - નોનકુલુલેકો મ્લાબા (સાઉથ આફ્રિકા, 2024)
  • 12 - શ્રી ચરણી (ભારત, 2026)