Team India In T20I:વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની કફોડી સ્થિતિ, 'નવા કેપ્ટન ફક્ત ટોસ જીતે છે...મેચ નહીં', ચોતરફથી પ્રશ્નો ઉઠ્યાં

ગૌતમ ગંભીરના કોચિંગ અને શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20Iમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડ સામે 4-0થી સિરીઝ હાર્યા બાદ ભારતે 1605 દિવસ પછી નંબર-1 T20 રેન્કિંગ ગુમાવ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 12 Jul 2026 11:35 AM (IST)Updated: Sun, 12 Jul 2026 11:35 AM (IST)
the-miserable-situation-of-world-champion-team-india-the-new-captain-only-wins-the-toss-not-the-match-questions-arise-from-all-sides

Team India In T20I:ગૌતમ ગંભીરના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ બાદ હવે T20 ક્રિકેટમાં પણ એવું ખરાબ પ્રદર્શન કર્યું છે કે જેની ભાગ્યે જ કોઈ ક્રિકેટ પ્રેમીએ કલ્પના કરી હશે. ઈંગ્લેન્ડે પાંચ મેચની T20 સિરીઝ 4-0થી જીતીને શાનદાર દેખાવ કર્યો છે. આ સિરીઝની એક મેચ વરસાદને લીધે રમાઈ શકી ન હતી. ઈંગ્લેન્ડ અગાઉ આયરલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો 0-2થી કારમો પરાજય થયો હતો. ભારતીય ટીમે યુરોપ પ્રવાસ પર જે 7 T20 મેચ રમી છે તે તમામ કેપ્ટન શ્રેયસ અય્યરે જીતેલા પણ નવા કેપ્ટનના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા એક પણ મેચ જીતી શકી નથી.

ટીમ ઈન્ડિયા માટે આ હાર ફક્ત એક ટ્રોફી ગુમાવવા પૂરતી મર્યાદિત નથી. ઈંગ્લેન્ડે ભારતની T20Iમાં જે દબદબો હતો તેને પણ છીનવી લીધો છે. 1605 દિવસ એટલે કે આરે સાડા ચાર વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ICC T20 રેન્કિંગમાં નંબર-1ના સ્થાનથી નીચી આવી છે. સિરીઝ શરૂ થઈ તે અગાઉ ભારત વિશ્વની નંબર-1 ટીમ હતી, જોકે સતત હારને લીધે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઈંગ્લેન્ડે છેલ્લી મેચ જીતીને આ સ્થાન હાંસલ કર્યું છે.

 

 

શનિવારે સાઉથમપ્ટનમાં રમાયેલી અંતિમ મેચમાં ભારતીય ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સિરીઝની શરૂઆતી મેચમાં બેટ્સમેનને હાર માટે જવાબદાર માનવામાં આવ્યા હતા. ભારતીય પીચ અને IPLમાં બોલિંગમાં ધરખમ સ્કોર કરનાર બેટ્સમેન ઈંગ્લેન્ડની ઉછળતી પીચ પર નિસહાય હતા. અંતિમ મેચમાં તો બેટ્સમેન અગાઉ બોલરો અને ફિલ્ડરોએ ટીમની મુશ્કેલી વધારી દીધી.