વૈભવ સૂર્યવંશીની ભારતીય ટીમમાં એન્ટ્રી પાછળનું અસલી કારણ શું? ચીફ સિલેક્ટર અજીત અગરકરે કર્યો ખુલાસો!

માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ભારતીય T20 ટીમમાં પસંદગી પાછળનું અસલી કારણ શું છે? ચીફ સિલેક્ટર અજિત અગરકરે આપ્યું મોટું નિવેદન.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 06 Jun 2026 02:54 PM (IST)Updated: Sat, 06 Jun 2026 02:54 PM (IST)
vaibhav-suryavanshi-indian-team-selection-ajit-agarkar-statement

Vaibhav Suryavanshi Indian Team entry: માત્ર 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી હવે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે અને સચિન તેડુંલકરનો રેકોર્ડ તોડી શકે છે. IPLમાં ધમાલ મચાવનાર વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડમાં આગામી શ્રેણી તેમજ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માચે ભારતીય T20 માં સામેલ કરવામાં આવ્યો છે. વધુમાં શ્રેયસ ઐયરને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

જો વૈભવને આ સિરીઝ દરમિયાન આંતરરાષ્ટ્રીય કેપ આપવામાં આવે છે. તો તે સચિન તેંડુલકરનો ભારતના સૌથી નાની ઉમરમાં પદાર્પણનો રેકોર્ડ તોડી નાખશે. સચિને 16 વર્ષ અને 205 દિવસની ઉમરે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.જ્યારે બીજી બાજુ વૈભવ સૂર્યવંશીની હાલમાં ઉંમર ફક્ત 15 વર્ષ અને 71 દિવસની છે.

વૈભવને પસંદ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો

વૈભવ સૂર્યવંશીના સિલેક્શનને લઈને ચીફ સિલેક્ટર અજિત અગરકરના જણાવ્યાનુસાર, વૈભવે અમને તેને પસંદ કરવા સિવાય કોઈ વિકલ્પ છોડ્યો નથી. અમે સતત બે IPL સીઝનમાં તેની પ્રતિભા જોઈ છે. સ્વાભાવિક રીતે, આગળ વધુ મુશ્કેલ પડકારો છે. તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોતાના પ્રદર્શનથી પોતાને સાબિત કર્યો છે.

વૈભવ હજુ બાળક છે- અજિત અગરકર

અગરકરે વૈભવની T20 કારકિર્દીની સંભાવનાઓ પર ટિપ્પણી કરતા કહ્યું કે, 'વૈભવ હજુ પણ બાળક છે; તેણે પોતાની કારકિર્દીની હમણા શરુઆત કરી છે. અમે ઘરેલુ સીઝન શરુ થાય ત્યારે તેનું નિરીક્ષણ કરીશું. હાલમાં, અમારુ ધ્યાન તે બાબત પર છે કે, તે T20 માં શું યોગદાન આપી શકે છે.' દરમિયાન બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, તેઓ વૈભવના ભવિષ્ય અંગે ખૂબ જ સતર્ક છે અને તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ T20 માટે ભારતીય ટીમ

શ્રેયસ અય્યર ( કેપ્ટન), અભિષેક શર્મા. સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપસિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી.