rat Anushka Vrindavan Visit: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની આધ્યાત્મિક શ્રદ્ધા માટે અવારનવાર ચર્ચામાં રહે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો કરીને ભારતમાં પગ મૂકતાની સાથે જ આ સ્ટાર કપલ કોઈ ભવ્ય કાર્યક્રમમાં જવાને બદલે સીધા વૃંદાવન ધામ પહોંચ્યું હતું. આગામી ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે બંનેએ સંત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજ અને તેમના ગુરુદેવ ગૌરાંગી શરણજીના આશીર્વાદ લીધા હતા.
વરસાદી કાદવમાં ઉઘાડા પગે ચાલીને પહોંચ્યા આશ્રમ
બુધવારની વહેલી સવારે લગભગ 7 વાગ્યે વિરાટ અને અનુષ્કા યમુના પાર આવેલા બેલવન સ્થિત યમુના વિહાર કુંજ આશ્રમે પહોંચ્યા હતા. ચોમાસાના કારણે આશ્રમ બહાર પાણી અને કાદવનું સામ્રાજ્ય હતું. આમ છતાં, કોઈપણ ઝંઝટ વિના વિરાટ અને અનુષ્કા પોતાની કારમાંથી ઊતરીને કાદવમાંથી જ ઉઘાડા પગે ચાલતા આશ્રમમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીના કપાળ પર મસ્ત તિલક અને ગળામાં તુલસીની કંઠી સ્પષ્ટ જોઈ શકાતી હતી. બંને સંપૂર્ણપણે ભક્તિભાવમાં ડૂબેલા જોવા મળ્યા હતા.
ત્રણ કલાક વૃંદાવનમાં વિતાવ્યા, ગુરુ પૂજન કર્યું
સુપ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ પાસે લગભગ એક કલાક જેટલો સમય વિતાવ્યા બાદ, વિરાટ અને અનુષ્કા બારાહઘાટ સ્થિત સંત ગૌરાંગી શરણ મહારાજના આશ્રમે પહોંચ્યા હતા. ત્યાં પણ તેમણે ગુરુ પૂજન કર્યું અને આશીર્વાદ મેળવ્યા હતા. વૃંદાવનમાં લગભગ ત્રણ કલાક રોકાયા બાદ બંને પોતાના આગળના ગંતવ્ય સ્થાન તરફ રવાના થયા હતા.

સંત પ્રેમાનંદ મહારાજના ગુરુ પૂર્ણિમા દર્શનનો કાર્યક્રમ
શ્રી રાધા કેલી કુંજ આશ્રમ તરફથી જાહેર કરાયેલી માહિતી અનુસાર, સંત પ્રેમાનંદ 23 જુલાઈથી 29 જુલાઈ સુધી ગુરુ પૂર્ણિમાના દિવસે દરરોજ સવારે 4:30 થી 5:30 વાગ્યા સુધી યમુના નદી પાર બેલવન પર યમુના વિહાર કુંજમાં દર્શન કરશે. દીક્ષારંભ પામેલા શિષ્યો માટે તેમના પ્રાંતો અનુસાર દિવસો નક્કી કરવામાં આવ્યા છે.
- 23 જુલાઈઃ હરિયાણા અને કર્ણાટકના શિષ્યો, વિદેશી ભક્તો સાથે મુલાકાત કરશે.
- 24 જુલાઈઃ ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કેરળ અને દિલ્હીના શિષ્યો મુલાકાત લેશે.
- 25 જુલાઈઃ પંજાબ, મધ્યપ્રદેશ, ઝારખંડના શિષ્યો મુલાકાત લેશે.
- 26 જુલાઈઃ ઉત્તર પ્રદેશ અને બ્રજ મંડળના શિષ્યો મુલાકાત લેશે.
- 27 જુલાઈઃ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને તેલંગાણાના શિષ્યો મુલાકાત લેશે.
- 28 જુલાઈઃ સ્થાનિક શિષ્યો, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, તમિલનાડુ અને ગોવાના શિષ્યો મુલાકાત લેશે.
- 29 જુલાઈઃ આશ્રમ સાથે સંકળાયેલા ત્યાગી શિષ્યો સંત પ્રેમાનંદની મુલાકાત લેશે અને ગુરુ પૂજા કરશે.
