All is not well: અમે ટચમાં નથી… એ બહુ બીઝી છે, હું એને ડિસ્ટર્બ નથી કરતો; યુવરાજ સિંહે કહ્યું - ચીકુ હવે વિરાટ કોહલી બની ગયો છે!

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Thu, 09 Nov 2023 12:50 PM (IST)Updated: Fri, 30 Aug 2024 09:01 AM (IST)
yuvraj-singh-talks-about-his-relationship-with-virat-kohli-dont-disturb-him-because-he-is-busy

Yuvraj Singh talks about his relationship with Virat Kohli: ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તાજેતરમાં એક ચેટ શો દરમિયાન કહ્યું હતું કે, "હું અને એમએસ ધોની બેસ્ટ ફ્રેન્ડ્સ નથી." હવે યુવીએ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે પોતાની ઈકવેશન અંગે વિસ્તારથી વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, યુવી અને વિરાટ છેલ્લે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 દરમિયાન મોહાલી ખાતે 2022માં મળ્યા હતા, ત્યારે બંને ક્લોસ ફ્રેન્ડ્સ હોય એ રીતે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. જો કે, લાગે છે હવે બંને વચ્ચે ઓલ ઇઝ નોટ વેલ.

યુવરાજે કહ્યું કે, હું વિરાટ સાથે બહુ વાત નથી કરતો કારણે કે તે બહુ જ બીઝી હોય છે. તેથી અમે ટચમાં નથી. હું તેને ડિસ્ટર્બ કરવામાં માનતો નથી. યુવા વિરાટ કોહલીનું નામ ચીકુ હતું. આજે ચીકુ વિરાટ કોહલી છે. ચીકુ અને વિરાટ કોહલીમાં બહુ ફરક છે.

naidunia_image

આ બાબતે વિરાટની પ્રશંસા પણ કરી
યુવરાજે ફિટનેસ બાબતે કોહલીના વખાણ કરતાં કહ્યું કે, અમે બધા ફિટનેસ માટે સજાગ હતા અને એક ફિટ ટીમ બનાવવા માગતા હતા. જો કે, વિરાટ કોહલી કેપ્ટન બન્યો તે બાદ જ ટીમમાં ફિટનેસનું ક્લચર જોવા મળ્યું છે. તેણે ફિટનેસ માટે એક બેન્ચમાર્ક સેટ કર્યો છે, જેને આજે યંગસ્ટર્સ ફોલો કરી રહ્યા છે.

9 વર્ષ જોડે રમ્યા છે યુવી અને વિરાટ
ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ અને વિરાટ કોહલી 2008થી 2017 સુધી જોડે રમ્યા છે. આ દરમિયાન તેઓ 3 ટેસ્ટ, 64 વનડે અને 33 T20 ઇન્ટરનેશનલમાં ઇન્ડિયા માટે એકસાથે રમ્યા છે. તે સિવાય બંનેએ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમતી વખતે પણ ડ્રેસિંગ રૂમ શેર કર્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.