GT vs KKR Live Streaming:ફ્રીમાં ક્યારે, ક્યાં કેવી રીતે જોવી GT vs KKR લાઈવ મેચ? જાણી લો

IPL 2026 ની 25મી મેચ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે 17 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ગુજરાત ટાઈટન્સે હાલમાં પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Fri 17 Apr 2026 10:22 AM (IST)Updated: Fri 17 Apr 2026 10:22 AM (IST)
ipl-2026-gt-vs-kkr-live-streaming-free-when-and-where-to-watch-narendra-modi-stadium-729524
HIGHLIGHTS
  • 17 એપ્રિલે ગુજરાત અને કોલકાતા વચ્ચે મુકાબલો થશે
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે
  • KKR અને GT વચ્ચેની લાઈવ મેચ ક્યાં અને કેવી રીતે જોવી

GT vs KKR Live Streaming: IPL 2026 ની 25મી મેચ ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે 17 એપ્રિલના રોજ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ગુજરાતની ટીમે આ સીઝનમાં પોતાની પહેલી 2 મેચોને જીત્યા બાદ પછી 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં તે IPL 2026 પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તેનાથી વિપરીત, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે પોતાની 5માંથી 4 મેચોમાં હારનો સામનો કર્યો છે. જેમાં એક મેચ વરસાદને લીધે રદ કરવામાં આવી છે. જેના પરિણામે તેમના નામે ખાલી 1 પોઈન્ટ જ છે. જોકે, KKR ટીમની હાલત ખૂબ જ ખરાબ છે. તે હાલમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્થાને છે.

GR vs KKR લાઈવ મેચ ચાહકો મફતમાં ક્યારે ક્યાં અને કેવી રીતે જોઈ શકે છે. ચાલો જાણીએ.

GT VS KKR લાઈવ સ્ટ્રીમિંગ

  • તારીખ: 17 એપ્રિલ, 2026, શુક્રવાર
  • સમય: રાતે 7:30 વાગ્યે (IST)
  • સ્થળ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

GT vs KKR હેડ-ટુ-હેડ (T20)

  • કુલ મેચ: 4
  • KKRની જીત: 1
  • GTની જીત: 3
  • કોઈ પરિણામ નહીં: 0

GT vs KKR લાઈવ મેચ ક્યાં જોવી?

ગુજરાત ટાઈટન્સ વર્સેસ કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની IPL 2026ની 25મી મેચ ચાહકો ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ અને મોબાઈલ પર jio Hotstar એપ પર જોઈ શકે છે.

GT vs KKR મેચ લાઈવ યુએસ અને કેનેડામાં કેવી રીતે જોવી?

ગુજરાત vs કોલકાતા મેચનું લાઈવ સ્ટ્રીમિંગ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં ચાહકો વિલો એપ અથવા સ્લિંગ ટીવી પર જોઈ શકે છે, જ્યારે ટેલિવિઝન પર, તેઓ વિલો ટીવી ચેનલ પર જોઈ શકે છે.

GT vs KKR Probable Playing XI

ગુજરાત ટાઇટન્સ (GT): સાઇ સુધરસન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, અશોક શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા

ઈમ્પેક્ટ પ્લેયરઃ શાહરૂખ ખાન

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રોવમેન પોવેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી

ઈમ્પેક્ટ પ્લેયર: વૈભવ અરોરા