100 % Mobile Charging: વર્તમાન સમયમાં મોટાભાગના લોકો રાત્રીના સમયે ઊંઘતા પહેલા ફોનને ચાર્જરમાં લગાવે છે અને સવારે જાગે છે ત્યારે 100% બેટરી સાથે તેનો ઉપયોગ કરે છે. આ ટેવ ભલે સુવિધાજનક લાગતી હોય પણ નિષ્ણાતોના મતે પૂરી રાત ફોન ચાર્જ કરવો બેટરીની ઉંમર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ખાસ કરીને 100 ટકા ચાર્જીંગ સ્માર્ટફોન માટે તો જાણે ધીમા ઝેર ની માફક કામ કરે છે.
આધુનિક સ્માર્ટફોન્સ માટે લિથિયમ-આયન બેટરી હોય છે. જ્યારે ફોન 100 ટકા ચાર્જ થાય છે તોબેટરી પર વધારે વોલ્ટેજનું દબાણ પડે છે. જો ફોન લાંબા સમય સુધી ફુલ ચાર્જ થતો રહે છે તો બેટરીના કેમિકલ સ્ટ્રક્ચર પર અસર થાય છે. તેને લીધે કેટલાક મહિના અથવા વર્ષ સુધી ફોનની બેટરી મજબૂત રહેતી નથી અથવા તો બેકઅપ ઝડપથી ઘટવા લાગે છે.
રાત્રી દરમિયાન ચાર્જીગ સમયે સામાન્ય સ્થિતિમાં ચાર્જ સ્વીકારતું રહે છે,જેથી હિટ જનરેટ થાય છે. જો ફોન તકિયા નીચે, કવરમાં અથવા બંધ જગ્યા પર રાખવામાં આવે તો ગરમી વધારે વધી શકે છે. તે ફક્ત બેટરી ઉપરાંત ફોનની અંદર રહેલ અન્ય કમ્પોનેન્ટ્સ માટે પણ નુકસાનકારક બની શકે છે.
આ પણ વાંચો
બેટરી નિષ્ણાતોના મતે તમારા સ્માર્ટફોનને 80% સુધી ચાર્જ રાખવો શ્રેષ્ઠ છે. આ રેન્જ બેટરી પર વધુ પડતો ભાર મૂકતી નથી અથવા વધુ પડતી ગરમી ઉત્પન્ન કરતી નથી. આ જ કારણ છે કે ઘણી કંપનીઓ હવે 80% ચાર્જ મર્યાદા સુવિધા આપી રહી છે.
આજે ઘણા Android ફોન અને iPhoneમાં આ સુવિધા પહેલાથી જ બિલ્ટ-ઇન છે. Android ફોનમાં બેટરી સેટિંગ્સમાં પ્રોટેક્ટ બેટરી, ચાર્જિંગ લિમિટ અથવા ઑપ્ટિમાઇઝ્ડ ચાર્જિંગ જેવા વિકલ્પો હોઈ શકે છે.મોબાઈલ વપરાશકર્તાઓએ Optimized Battery Charging ચાલુ કરવું જોઈએ જેથી ફોન તમારી આદતોના આધારે ચાર્જિંગનું સંચાલન કરે અને લાંબા સમય સુધી 100% પર ન રહે.
