India AI Impact Summit 2026:ગુરુવારે દિલ્હીમાં ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓના વડાઓ સાથે સ્ટેજ શેર કર્યો હતો. આ ઐતિહાસિક બેઠકમાં PM મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને માનવતાના કલ્યાણ અને વૈશ્વિક પ્રગતિનું સાધન ગણાવ્યું હતું.
તેમની સાથે સ્ટેજ પર ગૂગલના CEO સુંદર પિચાઈ અને ઓપનએઆઈના CEO સેમ ઓલ્ટમેન સહિત અનેક પ્રભાવશાળી ટેક નેતાઓ જોડાયા હતા.
#WATCH | Prime Minister @narendramodi, French President @EmmanuelMacron, Brazilian President Luiz Inácio Lula da Silva, Bhutan Prime Minister Tshering Tobgay, Crown Prince of Abu Dhabi HH Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan, President of Sri Lanka, Anura Kumara… pic.twitter.com/mcY1iMRkTl
— DD News (@DDNewslive) February 19, 2026
ગ્લોબલ ટેક જાયન્ટ્સ ગેધરિંગ
સમિટ દરમિયાન એક ખાસ ક્ષણ આવી જ્યારે વડા પ્રધાન મોદીએ વૈશ્વિક ટેક નેતાઓ સાથે ફોટો પડાવ્યો. વીડિયોમાં પીએમ મોદી ગૂગલના સુંદર પિચાઈ(Sundar Pichai), ઓપનAIના સેમ ઓલ્ટમેન, મેટાના ચીફ IA ઓફિસર એલેક્ઝાન્ડર વાંગ અને એન્થ્રોપિકના CEO ડારિયો અમોડેઈ સાથે ઉભા હતા. આ બધા નેતાએ એકતાના પ્રતીક તરીકે મુઠ્ઠીઓ ઉંચી કરી,સૌના માટે કલ્યાણ, બધા માટે ખુશીનો સંદેશ આપ્યો.
AIના નૈતિક ઉપયોગ પર ચર્ચા
ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા આયોજિત આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિના નૈતિક ઉપયોગ અને સામાજિક ફાયદાઓ પર ચર્ચા કરવાનો છે. સમિટના નિષ્ણાતોએ આરોગ્ય, શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવવા માટે AI નો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના પર ભાર મૂક્યો.
