Jio Freedom Offer 2026: ડિજિટલ કનેક્ટિવિટી ક્ષેત્રે ક્રાંતિ લાવતા, Reliance Jio એ ભારતીય રહેણાંક ગ્રાહકો માટે તેના નવા Jio Home Packs લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હવે ઘર માટે અલગ-અલગ ઇન્ટરનેટ, કેબલ ટીવી કે OTT સબ્સ્ક્રિપ્શન લેવાની અને દર મહિને જુદા-જુદા બિલ ચૂકવવાની ઝંઝટમાંથી ગ્રાહકોને મુક્તિ મળશે. જીઓએ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો અને બજેટને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં આ પ્લાન્સ રજૂ કર્યા છે. આ હોમ પેક્સની શરૂઆતી કિંમત માત્ર ₹400 પ્રતિ મહિનો રાખવામાં આવી છે.
ટીવી દર્શકો માટે બેઝિક પ્લાન
જે ઘરોમાં મુખ્યત્વે ટીવી જોવાનો આગ્રહ હોય અને હાઇ-સ્પીડ વાઇ-ફાઇની જરૂરિયાત ન હોય, તેમના માટે આ પ્લાન શ્રેષ્ઠ વિકલ્પ છે. માસિક ચાર્જ માત્ર ₹400; અન્ય પેમેન્ટ ઓપ્શન્સની વાત કરીએ તો ગ્રાહકો 2 મહિના માટે ₹1000 અથવા 5 મહિના માટે ₹2000 ચુકવીને પણ આ પ્લાન એક્ટિવેટ કરાવી શકે છે. આ પ્લાનમાં 1000 થી વધુ લાઇવ ટીવી ચેનલ્સની એક્સેસ મળે છે. આ ઉપરાંત લાઇવ ટીવી શોને 'પ્લે/પોઝ' કરવાની સુવિધા અને ટીવી પર સીધા YouTube જોવાની સુવિધા શામેલ છે. તેમજ નવા ગ્રાહકોને આકર્ષવા માટે જીઓ આ પ્લાન સાથે 12 લોકપ્રિય મનોરંજન OTT એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે.
માત્ર Wi-Fiની જરૂરિયાત વાળા પ્લાન્સ
જે વપરાશકર્તાઓને ઘરના સ્માર્ટ ડિવાઇસ, વર્ક ફ્રોમ હોમ કે ગેમિંગ માટે માત્ર હાઇ-સ્પીડ ઇન્ટરનેટની જરૂર છે, તેમના માટે બે સ્પીડ વેરિઅન્ટ ઉપલબ્ધ છે:
30 Mbps સ્પીડ પ્લાન: સામાન્ય ઇન્ટરનેટ વપરાશ માટે આ ઉત્તમ છે. જો તમે 5 મહિના માટે એકસાથે ₹2200 ચુકવો છો, તો તેનો અસરકારક ખર્ચ દર મહિને માત્ર ₹450 પડે છે.
100 Mbps સ્પીડ પ્લાન: ભારે ડાઉનલોડિંગ અને હેવી ગેમિંગ કરતા પરિવારો માટે આ પાવરફુલ પ્લાન છે. તેનો માસિક ચાર્જ ₹600 છે. ગ્રાહકો 2 મહિના માટે ₹1500 અથવા 5 મહિના માટે ₹3000 નો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
ઓલ-ઇન-વન કોમ્બો પ્લાન્સ (ટીવી + Wi-Fi + OTT)
બધી સુવિધાઓ એકસાથે ઇચ્છતા ગ્રાહકો માટે જીઓએ બે શ્રેષ્ઠ કોમ્બો પ્લાન રજૂ કર્યા છે:
30 Mbps ઓલ-ઇન-વન પેક આ પ્લાનની કિંમત ₹555 પ્રતિ મહિનો છે. આમાં સૌથી આકર્ષક ઓફર એ છે કે જો તમે 3 મહિના માટે ₹2222 ચૂકવો છો, તો તમને 1 મહિનો સંપૂર્ણપણે મફત મળે છે. આમાં અનલિમિટેડ ઇન્ટરનેટ, 1000+ લાઇવ ટીવી ચેનલ્સ અને 12 પ્રીમિયમ OTT એપ્સ મળે છે. તેમજ 100 Mbps ઓલ-ઇન-વન પેકમાં 4K વિડિયો સ્ટ્રીમિંગ અને બફરિંગ-ફ્રી ગેમિંગ માટે આ અલ્ટીમેટ પ્લાન છે, જેનો માસિક ચાર્જ ₹707 છે. આ પ્લાન હેઠળ ₹2122 માં 2 મહિનાનું રિચાર્જ કરવાથી 1 વધારાનો મહિનો ફ્રી મળે છે.
ડોરસ્ટેપ સર્વિસ અને સરળ સુવિધા
નવા કનેક્શન લેનારા ગ્રાહકો માટે જીઓએ ઇન્સ્ટોલેશન અને મેઇન્ટેનન્સ સહિતની તમામ સુવિધાઓ ઘરબેઠા સેવા દ્વારા આપવાની જાહેરાત કરી છે. તમે તમારી જરૂરિયાત મુજબ યોગ્ય પ્લાન પસંદ કરીને આ સુવિધાઓનો લાભ લઈ શકો છો.
