Samsung Galaxy F70 Pro 5G Launch: સેમસંગ આજે 3 ઓગસ્ટે ભારતીય બજારમાં પોતાનો નવો અને કિફાયતી 5G સ્માર્ટફોન Samsung Galaxy F70 Pro 5G લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ ફોનની કિંમત અને કેટલાક મુખ્ય ફીચર્સ અગાઉથી જ જાહેર કરી દીધા છે. આ સ્માર્ટફોન મિડ-રેન્જ સેગમેન્ટમાં ગ્રાહકો માટે એક મજબૂત વિકલ્પ બની શકે છે.
Samsung Galaxy F70 Pro 5Gની કિંમત કેટલી હશે?
Samsung Galaxy F70 Pro 5G ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ થશે.
6GB RAM + 128GB સ્ટોરેજ – ₹25,999
8GB RAM + 128GB સ્ટોરેજ – ₹29,999
8GB RAM + 256GB સ્ટોરેજ – ₹34,999
કંપનીએ જણાવ્યું છે કે આ લોન્ચ પ્રાઇસ છે અને ગ્રાહકોને ખાસ લોન્ચ ઓફર્સનો લાભ પણ મળશે. સ્માર્ટફોન Alpha Black અને Aura Green કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે. ફોનનું વેચાણ Flipkart પર શરૂ કરવામાં આવશે.
ડિસ્પ્લેમાં મળશે પ્રીમિયમ અનુભવ
Samsung Galaxy F70 Pro 5Gમાં 120Hz રિફ્રેશ રેટ સાથેનું FHD+ Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. સાથે જ Corning Gorilla Glass Victus+ પ્રોટેક્શન પણ મળશે. આ કિંમતના સ્માર્ટફોનમાં આ પ્રકારનું ડિસ્પ્લે અને પ્રોટેક્શન મળવું ખાસ માનવામાં આવે છે, કારણ કે ઘણા બ્રાન્ડ્સ હજુ પણ આ રેન્જમાં LCD પેનલ ઓફર કરે છે.
Snapdragon પ્રોસેસર સાથે મળશે ઝડપી પરફોર્મન્સ
કંપનીએ હજુ સુધી ચોક્કસ Snapdragon ચિપસેટનું નામ જાહેર કર્યું નથી, પરંતુ ફોનમાં Qualcomm Snapdragon પ્રોસેસર, LPDDR5x RAM અને UFS 3.1 સ્ટોરેજ મળશે. આ સ્પેસિફિકેશન્સને કારણે ફોન મલ્ટીટાસ્કિંગ, ગેમિંગ અને હાઈ-સ્પીડ પરફોર્મન્સ માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે.
Samsung Galaxy F70 Pro 5G કેમેરા ફીચર્સ
ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. 50MP પ્રાઇમરી કેમેરા (OIS સાથે), 5MP અલ્ટ્રા-વાઇડ લેન્સ,2MP મેક્રો સેન્સર; તેમજ ફોન 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરશે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે HDR સપોર્ટવાળો ફ્રન્ટ કેમેરો મળશે.
6000mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ
Samsung Galaxy F70 Pro 5Gમાં 6000mAhની મોટી બેટરી આપવામાં આવશે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. કંપનીના દાવા મુજબ, એક વખત સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ ફોનમાં 24 કલાકથી વધુ YouTube સ્ટ્રીમિંગ,8 કલાકથી વધુ ગેમિંગ,12 કલાક સુધી સોશિયલ મીડિયા ઉપયોગ કરી શકાશે.
Samsung Galaxy F70 Pro 5G કેમ બની શકે છે બેસ્ટ મિડ-રેન્જ 5G ફોન?
જો તમે ₹30,000ની આસપાસના બજેટમાં પ્રીમિયમ ડિસ્પ્લે, મોટી બેટરી, 50MP OIS કેમેરા અને Snapdragon પ્રોસેસર ધરાવતો 5G સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો Samsung Galaxy F70 Pro 5G તમારા માટે એક આકર્ષક વિકલ્પ બની શકે છે. લોન્ચ બાદ તેની સંપૂર્ણ વિગતો અને ઓફર્સ સામે આવશે.
