Jasprit Bumrah T20 World Cup Record: T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતીય બોલર જસપ્રિત બુમરાહએ સારું પ્રદર્શન કરી નવો કિર્તીમાન પોતાના નામે કર્યો છે. પરંતુ ભારતીય ટીમના શરમજનક પ્રદર્શનથી તેની સિદ્ધી એળે ગઈ છે. T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધારે વિકેટ લેનાર બોલર જસપ્રિત બુમરાહ બન્યો છે. તેણે અશ્વિનના રેકોર્ડને તોડી નાખ્યો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8 મેચમાં ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા સામે જસપ્રિત બુમરાહએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ ઝડપી અને આ સાથે જ ભારતીય બોલર્સમાં T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ 3 વિકેટ સાથે બુમરાહએ કુલ 33 વિકેટ પોતાના નામે કરી લીધી છે.
આ પહેલાં આ રેકોર્ડ રવિચંદ્રન અશ્વિન (32 વિકેટ) અને અર્શદીપ સિંહ (32 વિકેટ)ના નામે હતો. બુમરાએ માત્ર 22 મેચોમાં (ઇનિંગ્સમાં) આ સિદ્ધિ હાંસલ કરી છે, જે અશ્વિનની 24 ઇનિંગ્સ કરતાં ઓછી છે. તેમની ઇકોનોમી રેટ પણ શાનદાર રહી છે.
આ મેચમાં બુમરાએ ક્વિન્ટન ડી કોક, રાયન રિકેલ્ટન અને કોર્બિન બોશ જેવા મહત્વના બેટ્સમેનોને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સને ઝટકો
ભારત તરફથી T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદી:
- જસપ્રિત બુમરાહ: 33 વિકેટ (22 ઇનિંગ્સ)
- રવિચંદ્રન અશ્વિન: 32 વિકેટ
- અર્શદીપ સિંહ: 32 વિકેટ
- હાર્દિક પંડ્યા: 29 વિકેટ
- રવિન્દ્ર જાડેજા: 22 વિકેટ
T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરોની યાદી
- શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) 50 વિકેટ.
- એડમ ઝામ્પા (ઓસ્ટ્રેલિયા) 44 વિકેટ.
- રાશિદ ખાન (અફધાનિસ્તાન) 43 વિકેટ.
- પી. હસરંગા (શ્રીલંકા) 40 વિકેટ.
- શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) 39 વિકેટ.
- આદિલ રાશિદ (ઈંગ્લેન્ડ) 39 વિકેટ.
- મલિંગા (શ્રીલંકા) 38 વિકેટ.
