Tapi News: તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાજ્યપાલે ગ્રામ્ય સંસ્કૃતિ, સાદગી અને લોકજીવન પ્રત્યેની પોતાની આત્મીયતા દર્શાવતા,વહેલી સવારે માણેકપુર ગામના ખેડૂત રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ઘરે પહોંચીને સ્વયં ગાય દોહી હતી.

રાજ્યપાલે ગૌ સેવા અને પ્રાકૃતિક ખેતીને જીવનનું ધ્યેય ગણાવતાં જણાવ્યું કે, ગાય માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ ભારતની કૃષિ અને આરોગ્ય સંસ્કૃતિની આધ્યાત્મિક માતૃશક્તિ છે. ગાયનું દૂધ, મૂત્ર અને છાણ આમ ત્રણેય પ્રકૃતિને પવિત્ર રાખે છે અને માનવ જીવનને નિરોગી બનાવે છે.
