અમેરિકાનો ડોલર નહીં, પણ આ દેશોના ચલણો છે વિશ્વમાં સૌથી મૂલ્યવાન


By Nileshkumar Zinzuwadiya10, Nov 2024 03:48 PMgujaratijagran.com

વિશ્વની સૌથી મજબૂત કરન્સી

વિશ્વની સૌથી મજબૂત કરન્સી કુવૈતની દિનાર છે અને તે પહેલા ક્રમાંક પર છે. 1 કુવૈતી દિનારનું મૂલ્ય 275 ભારતીય રૂપિયા થાય છે.

બહેરીન દિનાર

બહેરીનની દિનાર કરન્સી વિશ્વમાં બીજા ક્રમની સૌથી મૂલ્યવાન કરન્સી છે. બહેરીનના એક દિનારની કિંમત આશરે 223 ભારતીય રૂપિયા છે.

ઓમાનનો રિયાલ

વિશ્વના સૌથી મૂલ્યવાન કરન્સીની યાદીમાં ઓમાનનો રિયાલ ત્રીજા ક્રમાંક પર છે. એક રિયાલની કિંમત 219 ભારતીય રૂપિયા થાય છે.

જોર્ડનિયન દિનાર

એક જોર્ડિનિયન દિનારની કિંમત આશરે રૂપિયા 119 થાય છે. તે વિશ્વની ચોથા ક્રમની સૌથી મજબૂત કરન્સી છે.

બ્રિટીશ પાઉન્ડ

બ્રિટીશ પાઉન્ડ વિશ્વની 5માં ક્રમાંકની સૌથી મજબૂત કરન્સી છે. એક બ્રિટીશ પાઉન્ડની કિમત આશરે 109 રૂપિયા થાય છે.

Jalaram Khaman: જલારામ ખમણ જેવા બેસન ખમણ બનાવવાની રીત