કેળામાં અનેક પોષકતત્વોથી ભરપૂર ફળ છે, માટે તેનું સેવન હંમેશા લાભદાયક માનવમાં આવે છે. પણ કેટલીક શારીરિક પ્રકૃતિ ધરાવતા લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ.
કેળામાં સુગરનું પ્રમાણ વધારે હોય છે.આ સંજોગોમાં જે લોકો ડાયાબિટીસ ધરાવે છે તેમણે કેળાનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ અથવા તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
કેળામાં કાર્બોહાઈડ્રેટ અને કેલેરીનું વધારે પ્રમાણ હોય છે, માટે જો તમે વેટ લોસ માટે પ્રયત્ન કરતા હોય તો કેળાનું સેવન નિયંત્રિત રીતે કરવું.
કેળામાં પોટેશિયમનું ઊંચુ પ્રમાણ હોય છે, માટે કિડનીની બિમારીનો સામનો કરતાં લોકોએ તેનું સેવન કરવું જોઈએ નહીં
કેટલાક લોકોને કેળાથી એલર્જી હોઈ શકે છે, માટે તેમણે સ્વાસ્થ સંબંધિત મુશ્કેલી સર્જાઈ શકે તો તેમણે કેળાના સેવનથી દૂર રહેવું
કેળા પાચન માટે ભારે હોય છે અને કેટલાક લોકોમાં તે પેટ ફુલાવા, ગેસ અથવા કબજિયાતનું કારણ બની શકે છે.
અમારા સ્ટોરી તમને પસંદ પડે તો શેર કરવાનું ભૂલશો નહીં અને વાંચતા રહો ગુજરાતી જાગરણ.