Oregano Powder Recipe: લીલા અજમાનો ઓરેગાનો પાઉડર બનાવવાની રીત


By Vanraj Dabhi19, Nov 2024 05:02 PMgujaratijagran.com

અજમાનો પાઉડર

પિત્ઝા અને પાસ્તાનો ટેસ્ટ વધારવા માટે ઓરેગાનો પાઉડર ઉપરથી છાંટવામાં આવતો હોય છે, આજે અમે તેને તેની રેસીપી જણાવીશું.

સામગ્રી

લીલા અજમાના પાન, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ અજમાના પાનને પાણીથી ધોઈને એક બાઉલમાં રાખો.

સ્ટેપ-2

પાણીના નળ નીચે રાખીને વહેતા પાણીમાં ફરીથી અજમાના પાનને સાફ ખરી લો.

સ્ટેપ-3

હવે એક ટુવાલ પર બધા પાનને સુકવી દો.

સ્ટેપ-4

હવે એક તવો ધીમા ગેસ પર મૂકી તેના પર બધા પાન ગોઠવીને ધીમે ધીમે શેકી લો.

સ્ટેપ-5

પાન બળી ન જાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યા સુધી શેકીને એક વાસણમાં કાઢી લો.

સર્વ કરો

હવે તમે તેને હાથ વડે મસળીને પાઉડર બનાવીને પિત્ઝા અને પાસ્તા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tuvar Totha Recipe: વિન્ટર સ્પેશિયલ કાઠીયાવાડી લીલી તુવેર ટોઠાની રેસીપી