Aloo Methi Recipe: શિયાળામાં ઘરે અજમાવો બટાકા મેથીની ભાજી


By Vanraj Dabhi03, Jan 2025 12:26 PMgujaratijagran.com

બટાકા મેથીની ભાજી

શિયાળામાં તમે મેથીની ભાજી અથાવા બટાકાનું શાક ટ્રાય કર્યું હશે, આજે અમે તમને આલુ-મેથીની સુકી ભાજીની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

મેથી, બટાકા,લીલા મરચા, તેલ, જીરું, હિંગ, ધાણા પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું.

સ્ટેપ-1

સૌપ્રથમ મેથીના પાનને પાણીથી બે-ત્રણ વાર ધોઈ લો અને તેને બારીક સમારી લો, બટાકાને ધોઈને તેની છાલ કાઢીને કાપી લો.લીલા મરચાને ધોઈને છીણી લો.

સ્ટેપ-2

ગેસ ચાલુ કરો અને એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, લીલાં મરચાં, ધાણા પાવડર,હળદર નાખી મસાલાનો વઘાર કરો.

સ્ટેપ-3

હવે બટાકાના ટુકડા નાખીને મસાલા સાથે ફ્રાય કરો જ્યાં સુધી મસાલો બટાકા પર ચઢી ન જાય ત્યાં સુધી થોડું પાણી ઉમેરીને બટાકાને પકાવો.

સ્ટેપ-5

4 થી 5 મિનિટ પછી ઢાંકણું ખોલીને જુઓ કે મેથી આલુની કરી બની ગઈ છે.

સર્વ કરો

હવે તૈયાર છે તમારી આલૂ મેથી કરી, સ્વાદિષ્ટ મેથી બટેટાની કરીને બાઉલમાં કાઢીને રોટલી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khajur Doodh Recipe: વિન્ટર સ્પેશિયલ ખજૂર વાળું દૂધ ઘરે બનાવો