Batata Vada Recipe: પરફેક્ટ ગુજરાતી બટાકા વડા બનાવવાની રીત


By Vanraj Dabhi16, Mar 2025 12:27 PMgujaratijagran.com

બટાકા વડા

મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે બટાકા વડા. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, આવો જાણીએ તેના ઘરે બનાવવાની સરળ રીત.

સામગ્રી

બટાકા, તેલ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, હળદર, કોથમીર, લીંબુનો રસ, ખાંડ, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લાટ, લાલ મરચું, તેલ, હીંગ, બેકિંગ સોડા, મીઠું ઉમેરીને બેટર બનાવી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ, લીલા મરચાની પેસ્ટ, હળદર, ધાણા, લીંબુનો રસ, બટાકા, ખાંડ, અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-3

આ મિશ્રણને થોડી વાર થવા દો અને આ મિશ્રણમાંથી હાથ વડે ગોળા બનાવો અને બાજુ પર રાખો.

સ્ટેપ-4

હવે કડાઈમાં તેલ ગરમ કરી અને બટાકાના ગોળાને ચણાના લોટના બેટરમાં કોટ કરીને તળવા મૂકો.

સ્ટેપ-5

બંને બાજું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી એક પ્લેટમાં તેલ શોષક કાગળ મૂકો અને તેના પર તળેલા બટાકા નડાને બહાર કાઢો.

સર્વ કરો

તૈયાર છે બટાકા વડાને તમે તમારી પસંદની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tikha Ghughra Recipe: જામનગરના ફેમસ તીખા ઘુઘરાની રેસીપી