ગુજરાતમાં ફરવા લાયક બીચ, જ્યાં તમને થશે પ્રાકૃતિક સુંદરતા અને શાંતિનો અનુભવ


By Dimpal Goyal29, Oct 2025 12:41 PMgujaratijagran.com

ગુજરાતના ફરવા લાયક સ્થળો

ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતમાં આવેલો છે. અહીં અનેક આકર્ષક બીચ છે જ્યાં તમે પ્રકૃતિની વચ્ચે શાંતિનો અનોખો આનંદ માણી શકો છો.

માંડવી બીચ

સફેદ રેતી અને વાદળી દરિયાના મિશ્રણથી માંડવી બીચ એક સ્વર્ગ સમાન લાગે છે. અહીં સૂર્યાસ્તના મનોહર દ્રશ્યો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.

દ્વારકા બીચ

દ્વારકાધીશના શહેરમાં આવેલા આ બીચ પ્રાચીન મંદિરોની છટા અને દરિયાની ઠંડક સાથે અનોખી શાંતિનો અનુભવ કરાવે છે.

દીવનો નાગોઆ બીચ

હયાૅ-ભર્યા નારિયેળના વૃક્ષોથી ઘેરાયેલ નાગોઆ બીચ તેની સુંદરતા અને વોટર સ્પોર્ટ્સ માટે પ્રસિદ્ધ છે. અહીં તમે જેટ સ્કી, પેરાસેલિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી માણી શકો છો.

સોમનાથ બીચ

વિખ્યાત સોમનાથ મંદિરની પાસે આવેલ આ બીચ ધાર્મિક શાંતિ અને દરિયાની લહેરોની મીઠી ધૂન વચ્ચે મનને શાંત કરી દે છે.

ઘોઘલા બીચ

દીવનો આ બીચ ક્લીન અને સુંદર છે. અહીં વોટર સ્પોર્ટ્સ રોમાંચ અને પ્રકૃતિની મધુરતા બંનેનો મિશ્રણ જોવા મળે છે.

બેટ દ્વારકા બીચ

અહીંના સમૃદ્ધ દરિયાઈ જીવન, કોરલ રીફ્સ અને નૈસર્ગિક દ્રશ્યો પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવે છે.

પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ

ગુજરાતના દરિયા કિનારાઓ પર તમે માત્ર પ્રાકૃતિક સુંદરતા જ નહીં, પણ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો પણ આનંદ માણી શકો છો.

વાંચતા રહો

પર્યટનની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળા દરમિયાન ઉત્તરાખંડ આ હિલ સ્ટેશનની અચૂક મુલાકાત લેવી